Petrol-Diesel Price Today : ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાના મળી રહ્યા છે સંકેત! જાણો આજની તમારા શહેરની કિંમત શું છે?

|

Sep 17, 2021 | 8:08 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : ફરી પેટ્રોલ - ડીઝલ મોંઘા થવાના મળી રહ્યા છે સંકેત! જાણો આજની તમારા શહેરની કિંમત શું છે?
Petrol Diesel Price Today

Follow us on

ભારતીય તેલ કંપનીઓએ આજે 17 સપ્ટેમ્બર, 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 12 માં દિવસે સ્થિર રહ્યા છે. મુખ્ય ઓટો ઇંધણના ભાવ છેલ્લે 5 સપ્ટેમ્બરે બદલાયા હતા. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો નથી. સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ 30 પૈસા સસ્તું થયું છે. જોકે રેટ હજુ પણ રેકોર્ડ સ્તરે છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઇમાં તે 107.26 રૂપિયા છે. તો કોલકાતામાં પેટ્રોલનો દર 101.62 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં 98.96 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલ આજે 88.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલનો દર માત્ર 96.19 પ્રતિ લીટર છે, કોલકાતામાં ડીઝલની કિંમત 91.71 રૂપિયા પ્રતિ લીટર છે અને ચેન્નઈમાં ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ગુરુવારે વધ્યા હતા. અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક અપેક્ષા કરતા વધુ ઘટ્યા બાદ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 75 ડોલર પ્રતિ બેરલથી વધુના દરે પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ તેલ 18 સેન્ટ (0.2 ટકા) વધીને 75.64 ડોલર પ્રતિ બેરલ થયું છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) ક્રૂડ બુધવારે 3.1 ટકા વધીને 18 સેન્ટ (0.3 ટકા) વધીને 72.79 ડોલર થયું છે એમ અહેવાલમાં જણાવાયું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઈંધણના ભાવ વધી શકે છે
વૈશ્વિક ક્રૂડ ઓઈલના વધતા ભાવ સાથે સ્થાનિક ઈંધણની કિંમતોમાં ઘટાડાની શક્યતા ઓછી લાગે છે. તેનાથી વિપરીત કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થવાને કારણે સ્થાનિક તેલ કંપનીઓ ભાવ વધારવાની ફરજ પાડશે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.62 91.71

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

 

આ પણ વાંચો : ITR FILING :ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે પરંતુ જો ટેક્સ જમા નહીં કરો તો લાગશે પેનલ્ટી , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : GST Council : આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક મળશે , ટેક્સ ઘટાડા સહીતના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે

Next Article