Petrol Diesel Price Today : એક સપ્તાહથી ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર નહિ ! શું પેટ્રોલ – ડીઝલની કિંમતો નીચે આવશે? જાણો તમારા શહેરના ભાવ

|

Aug 31, 2021 | 7:38 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : એક સપ્તાહથી ઇંધણની કિંમતોમાં કોઈ ફેરફાર નહિ ! શું પેટ્રોલ  - ડીઝલની કિંમતો નીચે આવશે? જાણો તમારા શહેરના ભાવ
Petrol - Diesel prices today

Follow us on

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today )માં કોઇ ફેરફાર થયો નથી. ગત સપ્તાહના મંગળવારથી કિંમતો સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 24 ઓગસ્ટ 2021 ના ​​રોજ જોવા મળ્યો હતો. આ સમયે દેશના ઘણા શહેરોમાં ઇંધણસસ્તું કરવામાં આવ્યું હતું.સરકારી તેલ કંપનીઓએ સતત એક સપ્તાહથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં  ફેરફાર કર્યા નથી. IOCLની વેબસાઈટ મુજબ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 101.49 રૂપિયા અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

મે અને જૂનમાં સતત મોંઘુ થયું ઇંધણ
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી 74 ડોલરને પાર કરી ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.

ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 ને પાર 
નવા રેટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લીટર છે જયારે ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.48 પૈસા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.49 88.92
Mumbai 107.52 96.48
Chennai 99.20 93.52
Kolkata 101.82 91.98

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : ITR : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી , જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Income Tax Returns: જાણો Online Income Tax Return માટે ક્યા ફોર્મની ડેડલાઈન કેટલી લંબાવવામાં આવી

Published On - 7:37 am, Tue, 31 August 21

Next Article