Petrol-Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં શું છે 1 લીટર ઇંધણની કિંમત

|

Nov 08, 2021 | 7:53 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ - ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં શું છે 1 લીટર ઇંધણની કિંમત
Petrol-Diesel Price Today

Follow us on

Petrol-Diesel Price Today : IOCL એ આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે 8 નવેમ્બર માટે પેટ્રોલ ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. નવા રેટ મુજબ આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. રવિવારે પણ ભાવમાં કોઈ વધારો થયો ન હતો.

ટેક્સ ઘટાડવાં છતાં સરકારી તિજોરી પર નહીં પડે અસર
પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અને પછી 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વેટના દરોમાં ઘટાડો કરવા છતાં તેમના તિજોરી પર કોઈ વિપરીત અસર થવાની નથી. તેનું કારણ એ છે કે કોરોના મહામારી પછી જે રીતે અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે તેનાથી આવકની વાસ્તવિક સ્થિતિ વધુ સારી રહેવાની આશા છે. આ ઘટાડા છતાં આખા વર્ષ માટે પેટ્રોલિયમ પેદાશોમાંથી કુલ આવકનો અંદાજ પણ કેન્દ્રની અપેક્ષાઓ આસપાસ રહેશે.

પેટ્રોલ ડીઝલના વેચાણમાં વધારો 
જો કે બીજી તરફ, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 21 ટકા અને ડીઝલના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. આગામી મહિનામાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેની કુલ કર આવકના 41 ટકા રાજ્યો સાથે વહેંચે છે. કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે આ વર્ષે સરકાર કેન્દ્ર દ્વારા એકત્રિત કર અને ફીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 6,65,563 કરોડ રૂપિયા આપશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  હવે તમારો LPG સિલિન્ડર કેટલો ગેસ બાકી છે તે જણાવશે! જાણો સ્માર્ટ LPG Composite Cylinder વિશે

 

આ પણ વાંચો : Paytm IPO: આજે ખુલ્યો દેશનો સૌથી મોટો IPO, પૈસાનું રોકાણ કરતા પહેલા જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

Next Article