Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં

|

Sep 06, 2021 | 7:25 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં
Petrol - Diesel Rate Today

Follow us on

પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) માં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવતા આમ આદમી રાહત અનુભવી રહ્યો છે. જો કે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર છે અને ઘણા શહેરોમાં તો ડીઝલ પણ 100 રૂપિયાથી વધુ કિંમતે વેચાઈ રહ્યું છે. દરરોજ સવારે બળતણના ભાવ બદલાય છે. સ્થાનિક તેલ કંપનીઓએ આજે નવા રેટ જાહેર કર્યા છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

5 સપ્ટેમ્બરે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ 10 પૈસાથી લઈ 15 પૈસા સુધી ઘટાડવામાં આવ્યા હતા તો ડીઝલ પણ 15 પૈસા સસ્તું થયું હતું. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી બે વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલી સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ કિંમતે વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવની શું છે સ્થિતિ ?
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચાઈ રહ્યું છે જયારે ડીઝલના રેટમાં 5 સપ્ટેમ્બરે  15 પૈસાનો ઘટાડો કરવામાં આવતા  તે 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. મુંબઈમાં પણ પેટ્રોલ  107.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.19 પૈસા પ્રતિ લીટર છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. ઇંધણ ભાવ તેની સર્વોચ્ચ સપાટીએ હોવા છતાં મંગમાં વધારો થઇ રહ્યો છે. આ બાબત અર્થતંત્રમાં રિકવરીના સારા સંકેત આપી રહ્યું છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.72 91.84

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  IT Refund : આવકવેરા વિભાગે 24 લાખ કરદાતાઓને 67401 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, આ રીતે તપાસો તમારું સ્ટેટ્સ

 

આ પણ વાંચો :  હવે વાહનચાલકો કર્કશ હોર્ન નહિ પરંતુ સૂરીલી ધૂન વગાડી સાઈડ માંગશે ! જાણો શું બદલાવ લાવી રહી છે સરકાર

Published On - 6:55 am, Mon, 6 September 21

Next Article