Breaking News: મેદાન પર ટક્કર થતાં 30 વર્ષીય ખેલાડીનું દુઃખદ મૃત્યુ, રમતજગત શોકમાં
સ્પેનિશ ફૂટબોલ જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સીડી ટેનેરાઇફના ફોરવર્ડ જીસસ ડી મિગુએલનું 30 વર્ષની વયે અવસાન થયું છે. મેચ દરમિયાન એફસી એન્ડોરાના ગોલકીપર સાથે થયેલી ગંભીર ટક્કર બાદ તે મેદાન પર જ ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

મંગળવારે સ્પેનિશ ફૂટબોલ શોકમાં ડૂબી ગયું. સીડી ટેનેરાઇફના ફોરવર્ડ જીસસ ડી મિગુએલનું 30 વર્ષની વયે અવસાન થયું. એક દિવસ પહેલા, સેકન્ડ ડિવિઝન મેચ દરમિયાન તેની એફસી એન્ડોરાના ગોલકીપર જીસસ ઓવોનો સાથે ગંભીર ટક્કર થઈ હતી. ટેનેરાઇફ ક્લબે એક નિવેદનમાં મિગુએલના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે તેનું મૃત્યુ 3 નવેમ્બર, મંગળવારના રોજ સવારે 8 વાગ્યે થયું હતું. આ ઘટના સોમવારે એસ્ટાડિયો હેલિયોડોરો રોડ્રિગ્ઝ લોપેઝ ખાતે ટેનેરાઇફ અને એન્ડોરા વચ્ચેની મેચની અંતિમ ક્ષણો દરમિયાન બની હતી. સ્કોર 2-2 થી બરાબર હતો.
ગોલકીપર સાથે ટક્કર અને કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટ
મિગુએલ એક શૉટ પર આવી રહેલા ફૂટબોલનો પીછો કરી રહ્યો હતો ત્યારે ઓવોનો પેનલ્ટી એરિયામાંથી બહાર આવ્યો અને બોલંબે અટકાવવાનો પ્રયાસ કર્યો. ગોલકીપરે જમ્પ કર્યો અને તેનો ઘૂંટણ મિગુએલની છાતીમાં વાગ્યો, જેના કારણે તે મેદાનમાં જ ઢળી પડ્યો. તબીબી ટીમો તાત્કાલિક પહોંચી અને પાંચ મિનિટથી વધુ સમય સુધી તેની સારવાર કરી. સ્ટ્રાઈકરને કાર્ડિયોરેસ્પિરેટરી અરેસ્ટ થયો હતો, પરંતુ ડૉક્ટરની ટીમ તેનો શ્વાસ પાછો લાવવામાં સફળ રહી અને તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
| SCARY MOMENT: This happened in the match between Tenerife and Andorra on the Spanish Second division. https://t.co/26RM7GLl15
— Kalshi FC (@KalshiFC) November 2, 2026
મંગળવારે મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી
ઘાયલ ખેલાડીને સારવાર મળી રહે તે માટે સાત મિનિટના સ્ટોપેજ સમય પછી મેચ અટકાવી દેવામાં આવી હતી. આ ઘટના માટે ઓવોનોને સીધો લાલ કાર્ડ બતાવવામાં આવ્યો હતો. મિગુએલને સાન્ટા ક્રુઝમાં નુએસ્ટ્રા સેનોરા ડી કેન્ડેલેરિયા યુનિવર્સિટી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટેનેરાઇફે શરૂઆતમાં તેમની સ્થિતિ ગંભીર હોવા છતાં સ્થિર હોવાનું જણાવ્યું હતું. જોકે, ક્લબે પાછળથી અહેવાલ આપ્યો હતો કે તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે મંગળવારે સવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
Rotos de dolor, con un nudo en la garganta y sin poder creer que esto sea verdad, desde el CD Tenerife comunicamos el trágico fallecimiento, este martes, día 3 de noviembre de 2026, a las 8:00 horas, de Jesús de Miguel Alameda.
No hay palabras de consuelo; no hay absolutamente nada que mitigue este sentimiento repleto de tristeza. Estamos junto a su desolada familia, junto a sus seres queridos, junto a todo el tinerfeñismo que hoy llora por este cruel desenlace.
La familia de Jesús de Miguel agradece todas y cada una de las muestras de apoyo recibidas, e igualmente solicita, de corazón, máximo respeto a su privacidad, en estos terribles momentos.
DEP
— CD Tenerife (@CDTOficial) November 3, 2026
મિગુએલની કારકિર્દી
મિગુએલે 2015 માં લેગનેસ બી સાથે પોતાની સિનિયર ફૂટબોલ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની કારકિર્દી દરમિયાન 8 અન્ય સ્પેનિશ ક્લબનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ગયા વર્ષે ટેનેરાઇફમાં જોડાયો હતો અને 2026માં સ્પેનના બીજા ડિવિઝનમાં પાછા ફરેલી ટીમનો ભાગ હતો. 30 વર્ષીય ખેલાડીના નિધનથી ફૂટબોલ જગત શિર સમગ્ર સ્પોર્ટ્સ કમ્યુનિટિમાં શોક ફેલાયો છે. દિગ્ગજ ખેલાડીઓએ મિગુએલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ આપીએ હતી. આ દુ:ખદ ઘટના બાદ એફસી એન્ડોરાએ પણ મિગુએલ, તેમના પરિવાર અને ટેનેરાઇફ પ્રત્યે પોતાનો સપોર્ટ વ્યક્ત કર્યો હતો. ટેનેરાઇફે જણાવ્યું હતું કે મિગ્યુએલના પરિવારે તેમના સમર્થનના મેસેજો માટે દરેકનો આભાર માન્યો હતો અને આ મુશ્કેલ સમયમાં તેમની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
