Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

|

Nov 19, 2021 | 8:17 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Petrol Diesel Price Today

Follow us on

સરકારી ઓઈલ કંપનીઓએ આજે 19 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ IOC, HPCL અને BPCLએ આજે તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલના ભાવ સ્થિર છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ ઘણા રાજ્યોએ તેલ પરના વેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે તેલ સસ્તું વેચાઈ રહ્યું છે.

પેટ્રોલ ડીઝલના વેચાણમાં વધારો 
જો કે બીજી તરફ, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 21 ટકા અને ડીઝલના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. આગામી મહિનામાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેની કુલ કર આવકના 41 ટકા રાજ્યો સાથે વહેંચે છે. કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે આ વર્ષે સરકાર કેન્દ્ર દ્વારા એકત્રિત કર અને ફીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 6,65,563 કરોડ રૂપિયા આપશે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  Aadhaar- PAN Linking : છેલ્લી તારીખનો ઇંતેજાર ન કરી ફટાફટ પતાવી લો આ કામ, સમય મર્યાદા ચૂકશો તો મુશ્કેલીમાં પડશો

 

આ પણ વાંચો : SBI એ તેના કરોડો ગ્રાહકો અંગે જરૂરી સૂચના જારી કરી, સેવિંગ ખાતાના KYC ને લઈ શું કહ્યું બેંકે? જાણો વિગતવાર

Published On - 8:16 am, Fri, 19 November 21

Next Article