Petrol-Diesel Price today : ઇંધણના ભાવ ફરી તમારુ ખિસ્સું હળવું કરશે , જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

|

Jul 15, 2021 | 8:49 AM

મે મહિનાથી ઓઇલના ભાવમાં 40 વખત વધારો કરવામાં આવ્યો છે. આ 40 દિવસોમાં પેટ્રોલ રૂ 10.79 અને ડીઝલ રૂ 8.99 મોંઘુ થયું છે.

Petrol-Diesel Price today : ઇંધણના ભાવ ફરી તમારુ ખિસ્સું હળવું કરશે , જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ
Symbolic Image

Follow us on

બે દિવસની રાહત બાદ ફરી આજે પેટ્રોલ – ડીઝલ(Petrol-Diesel Price today) મોંઘા થયા છે. સરકારી તેલ કંપનીઓએ ​​બે દિવસ પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલ લિટર દીઠ 15 પૈસા મોંઘુ થયું છે. આ વધારા પછી ઘણા શહેરોમાં પેટ્રોલનો રેટ 110 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગયો છે. ઓઇલ કંપનીઓએ અગાઉ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો હતો.

મે મહિનાથી ઓઇલના ભાવમાં 40 વખત વધારો કરવામાં આવ્યો છે. આ 40 દિવસોમાં પેટ્રોલ રૂ 10.79 અને ડીઝલ રૂ 8.99 મોંઘુ થયું છે. ચાલુ મહિનાની જ વાત કરીએ, તો આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 9 વખત વધારો થયો છે. મે મહિનામાં પેટ્રોલના ભાવમાં 16 વખત અને જૂનમાં 15 વખત વધારો કરવામાં આવ્યો હતો.

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.54 89.87
Mumbai 107.54 97.45
Chennai 101.77 93.63
Kolkata 101.74 93.02

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

Next Article