Petrol Diesel Price Today : વિશ્વમાં ફરી વધી રહી છે ક્રૂડની માંગ ! જાણો આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત

|

Aug 30, 2021 | 7:29 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : વિશ્વમાં ફરી વધી રહી છે ક્રૂડની માંગ ! જાણો આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ - ડીઝલની શું છે કિંમત
Petrol Diesel Price Today

Follow us on

પેટ્રોલ અને ડીઝલની કિંમતો(Petrol Diesel Price Today) ની અસર આપણા ખિસ્સા પર પડે છે. તેથી જ આપણે દરરોજ તેના ભાવમાં થતા ફેરફારો પર નજર રાખીએ છીએ. ભારતીય સરકારી ઓઇલ કંપનીઓએ સોમવાર 30 ઓગસ્ટ 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ગયા સપ્તાહના મંગળવારથી કિંમતો સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 24 ઓગસ્ટ 2021 ના ​​રોજ જોવા મળ્યો હતો. ત્યારબાદ દેશના ઘણા શહેરોમાં ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

મેક્સિકોના ઓફશોર પ્લેટફોર્મ પર અકસ્માતની અસર બજારમાં પણ દેખાવા લાગી છે. અહીં દરરોજ લગભગ 4,00,000 બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થતું હતું. કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે વિશ્વમાં ફરી એક વખત ક્રૂડ ઓઈલની માંગ વધી છે. સપ્તાહના અંતિમ દિવસે બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડોલર ની નજીક પહોંચી ગયું.

શું છે ભાવની સ્થિતિ
નવા રેટ મુજબ રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લીટર છે જયારે ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.48 પૈસા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.31 રૂપિયા પ્રતિ લીટર છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.49 88.92
Mumbai 107.52 96.48
Chennai 99.20 93.52
Kolkata 101.82 91.98

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : આ સપ્તાહે શેરબજારના રોકાણકારોને 5.63 લાખ કરોડથી વધુ ફાયદો થયો, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Bank holidays in September 2021: જાણો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Next Article