Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો, શું સસ્તું થશે પેટ્રોલ – ડીઝલ? જાણો લેટેસ્ટ રેટ

|

Nov 11, 2021 | 7:49 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો, શું સસ્તું થશે પેટ્રોલ - ડીઝલ? જાણો લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today: સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તમને જણાવી દઈએ કે સરકારની ટેક્સમાં ઘટાડાની જાહેરાત બાદથી ઈંધણની કિંમત સ્થિર છે. દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ ઘટાડો કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાને કારણે આવ્યો છે. ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ પણ પોતાના સ્તરે કિંમતોમાં ઘટાડો કર્યો છે. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

ક્રૂડના ભાવમાં ઘટાડો
પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણ ક્રૂડ ઓઇલમાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ કાર અને બાઇક સિવાય ઉદ્યોગમાં થાય છે. આ કારણે  વિદેશી બજારોમાં સસ્તા/મોંઘા ક્રૂડ ઓઈલને કારણે તેની સીધી અસર વેપારીઓ ઉપરાંત સામાન્ય લોકો પર પણ પડી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનું કારણ અમેરિકામાં ક્રૂડ ઈન્વેન્ટરીમાં વધારો છે. જોકે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 103.97 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  Monthly SIP માં યોગદાન ઓક્ટોબરમાં રૂ 10,518 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું , ઇક્વિટી બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ છવાયું

 

આ પણ વાંચો : Paytm નો રૂપિયા 18300 કરોડનો IPO સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો, દેશના સૌથી મોટા IPO એ શેર વેચાણનો ઇતિહાસ રચ્યો

Next Article