Petrol Diesel Price Today : ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાની ચિંતા દૂર થઈ રહી છે, જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Mar 12, 2022 | 9:29 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાની ચિંતા દૂર થઈ રહી છે, જાણો આજના પેટ્રોલ - ડીઝલના ભાવ
Petrol-Diesel Price Today

Follow us on

સરકારી ઓઈલ કંપનીઓએ આજે શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા દર(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે પણ ક્રૂડ ઓઇલમાં ભારે વધઘટ વચ્ચે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મુંબઈમાં પેટ્રોલની કિંમત હજુ પણ 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સ્થાનિક બજારમાં છૂટક કિંમત છેલ્લા ચાર મહિનાથી સ્થિર છે.દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની ચિંતા હતી

જાણકારોનું અનુમાન હતું કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગશે. ક્રૂડના ભાવ વધવા છતાં ચૂંટણીના કારણે ઈંધણના ભાવમાં કોઈ વધારો થયો ન હતો. નિષ્ણાતોનું કહેવું હતું કે ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 થી 20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ શકે છે. જોકે હજુસુધી ઇંધણના ભવમાં વધારો થયો નથી.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ Health Insuranceનો ક્લેઇમ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે? આ કારણો હોઈ શકે છે જવાબદાર

આ પણ વાંચો :  EPF ખાતાધારકને મળી રહ્યો છે 7 લાખ રૂપિયાનો લાભ પણ પહેલા નિપટાવવું પડશે આ કામ, જાણો વિગતવાર

Published On - 9:26 am, Sat, 12 March 22

Next Article