Petrol Diesel Price Today : બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 23 ડોલરનો ઉછાળો, શું તમારા વાહનના ઇંધણના ભાવ ફરી ભડકે બળશે?

|

Feb 05, 2022 | 9:27 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 23 ડોલરનો ઉછાળો, શું તમારા વાહનના ઇંધણના ભાવ ફરી ભડકે બળશે?
ક્રૂડ ઓઈલ સપ્લાય ચિંતાનો વિષય બનવાનો ભય ઉભો થયો છે

Follow us on

Petrol Diesel Price Today : દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ 5 ફેબ્રુઆરી શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 94 દિવસ થઈ ગયા છે. મતલબ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૩ મહિના ઉપરાંતથી સ્થિર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)ની કિંમતો સતત ઝડપથી વધી રહી છે. શનિવારે પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બજાર(International Market)માં તેલની કિંમત 93.27 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઇ રહેલ વધારો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં બે મહિનામાં 23 ડોલરથી વધુનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 70 ડૉલરની નીચે રહેલું ક્રૂડ ઑઇલ બે મહિનામાં 23 ટકાથી વધુ વધીને 5 ફેબ્રુઆરી શનિવારના રોજ 93.27 ડૉલર પર પહોંચી ગયું છે. oilprice.comના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઑઇલના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આજે શનિવારે તે 93.27 ડોલર પર પહોંચ્યું છે. WTI ક્રૂડ 2.26 ટકા વધીને 92.31 ડૉલર પર પહોંચ્યું જે શુક્રવારે 90.92 ડૉલર હતું. આજે બ્રેન્ટ ક્રૂડ 2.37 ટકા વધીને 93.27 ડોલર પર છે જે શુક્રવારે 91.59 ડોલર હતું.

વાહનના ઇંધણના ભાવ સ્થિર

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઝડપથી વધી રહી છે પરંતુ ભારતની સામાન્ય જનતા પર તેની કોઈ અસર થઈ રહી નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમત વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઈલની કિંમતો ઝડપથી વધી રહી છે પણ સામે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 3 મહિનાથી સ્થિર છે. એટલા માટે દેશના તમામ મોટા શહેરો અને જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલ જૂના ભાવે વેચાઈ રહ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો

 

આ પણ વાંચો : Digital currency: ડિજિટલ રૂપિયો ચલણમાં આવવાથી મોબાઈલ ફોન તમારી બેંક બનશે, સમજો CBDC ને અહેવાલ દ્વારા

Published On - 9:27 am, Sat, 5 February 22

Next Article