AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel price : દિવાળી પર પેટ્રોલિયમ મંત્રીની મોટી ભેટ, પેટ્રોલ 5 રૂપિયા થઈ શકે છે સસ્તું

Petrol-Diesel price : પેટ્રોલિયમ મંત્રીએ ધનતેરસના દિવસે દેશવાસીઓને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. વાસ્તવમાં તેમણે કેટલાક રાજ્યોના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાનું લિસ્ટ પણ આપ્યું છે.

Petrol-Diesel price : દિવાળી પર પેટ્રોલિયમ મંત્રીની મોટી ભેટ, પેટ્રોલ 5 રૂપિયા થઈ શકે છે સસ્તું
Petrol-Diesel price
| Updated on: Oct 30, 2024 | 7:00 AM
Share

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય લોકોને મોટી આશા આપી છે. હા, આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે. ખુદ પેટ્રોલિયમ મંત્રીએ પોતાના એક્સ હેન્ડલ દ્વારા આનો સંકેત આપ્યો હતો.

છેલ્લી વખત માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હાલમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $71 પર જોવા મળી રહી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડા અંગે હરદીપ સિંહ પુરીએ કેવા સંકેત આપ્યા છે.

ડીલરોની માગ પૂરી થઈ

હરદીપ સિંહ પુરીએ પોતાના એક્સ હેન્ડલ પર કહ્યું કે, ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ પંપ ડીલરોને તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી મોટી ભેટનું હાર્દિક સ્વાગત છે ! 7 વર્ષથી ચાલી રહેલી માંગણી પૂરી થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, હવે ગ્રાહકોને સારી સર્વિસ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં. દૂરસ્થ સ્થાનો (ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ અને ડીઝલ ડેપોથી દૂર) પર સ્થિત ગ્રાહકોને લાભ આપવા માટે આંતર-રાજ્ય નૂર પરિવહનને તર્કસંગત બનાવવા માટે તેલ કંપનીઓ દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

(Credit Source : @HardeepSPuri)

પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થઈ શકે છે

પોતાના એક્સ હેન્ડલ પર ઉદાહરણો સાથે માહિતી આપતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ઓડિશાના મલકાનગિરીના કુનાનપલ્લી અને કાલિમેલામાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 4.69 અને રૂપિયા 4.55 અને ડીઝલના ભાવમાં ક્રમશ: રૂપિયા 4.45 અને રૂપિયા 4.32નો ઘટાડો થશે. તેવી જ રીતે છત્તીસગઢના સુકમામાં પેટ્રોલની કિંમતમાં 2.09 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.02 રૂપિયાનો ઘટાડો થશે.

ડીલર કમિશનમાં વધારો અંદાજે 7 કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરશે. જેઓ દરરોજ ઈંધણના ભાવમાં વધારો કર્યા વિના દેશભરમાં અમારા ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સની મુલાકાત લે છે. છેલ્લા 7 વર્ષથી પેન્ડિંગ આ માગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના 83,000 થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ 10 લાખ કર્મચારીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.

6 રાજ્યોના અનેક શહેરોમાં પેટ્રોલ સસ્તું થઈ શકે છે

માલવાહક પરિવહનને તર્કસંગત બનાવવાને કારણે છત્તીસગઢના બીજાપુરથી સુકમા સુધીના અડધા ડઝન શહેરોમાં પેટ્રોલ રૂપિયા 2.09 થી રૂપિયા 2.70 સસ્તું થશે અને ડીઝલની કિંમત રૂપિયા 2.02 ઘટીને રૂપિયા 2.60 થશે.

અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો લુમલા, તુટિંગ, તવાંગ, જંગ, અનીની અને હવાઈમાં પેટ્રોલના ભાવમાં અનુક્રમે રૂપિયા 3.96, રૂપિયા 3.47, રૂપિયા 3.72, રૂપિયા 3.47, રૂપિયા 3.02 અને રૂપિયા 2.48નો ઘટાડો થશે. જ્યારે ડીઝલની કિંમતમાં રૂપિયા 3.12, રૂપિયા 3.04, રૂપિયા 2.89, રૂપિયા 2.65, રૂપિયા 2.63 અને રૂપિયા 2.15નો ઘટાડો જોવા મળશે.

હિમાચલ પ્રદેશ અને બદ્રીનાથ ધામમાં આ રહેશે કિંમત

બીજી તરફ હિમાચલ પ્રદેશના કાઝામાં પેટ્રોલમાં 3.59 રૂપિયા અને ડીઝલમાં 3.13 રૂપિયાનો ઘટાડો થશે. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પેટ્રોલની કિંમતમાં 3.83 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 3.27 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. મિઝોરમના ત્રણ વિસ્તારોમાં પેટ્રોલ 2.73 રૂપિયા અને ડીઝલ 2.38 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે. જ્યારે ઓડિશાના 9 વિસ્તારોમાં પેટ્રોલ 4.69 રૂપિયા અને ડીઝલ 4.45 રૂપિયા ઘટશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">