AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PACL Chit Fund Case : વહેલી તકે પતાવશો આ કામ તો માર્ચ -2023માં ખાતામાં 17હજાર રૂપિયા જમા થશે

PACL Chit Fund Case : પનીએ કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા વ્યવસાયોના આધારે સામાન્ય લોકો પાસેથી આશરે રૂ. 60,000 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ આ રોકાણ 18 વર્ષના સમયગાળામાં ગેરકાયદેસર રીતે હસ્તગત કર્યું હતું. જ્યારે નાણાં પરત ફરવાનો વારો આવ્યો ત્યારે કંપની પીછેહઠ કરવા લાગી હતી.

PACL Chit Fund Case : વહેલી તકે પતાવશો આ કામ તો માર્ચ -2023માં ખાતામાં 17હજાર રૂપિયા જમા થશે
The committee has also started the phased refund process
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 11:51 AM
Share

PACL Chit Fund Case : Pearl Agrotech Corporation Limited -PACLમાં રોકાણ કર્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે અગત્યના સમાચાર આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર SEBI ની કમિટીએ PACL ગ્રૂપની ગેરકાયદેસર યોજનાઓના રોકાણકારોને રૂપિયા 17,000 સુધીના રિફંડના દાવા માટે 20 માર્ચ સુધીમાં અસલ દસ્તાવેજો સબમિટ કરવા જણાવ્યું છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા રચવામાં આવેલી સમિતિએ માત્ર એવા રોકાણકારોને સૂચના આપી છે કે જેમની અરજીઓ સફળતાપૂર્વક ચકાસવામાં આવી છે. આ રોકાણકારોએ તેઓને મૂળ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેબીએ 2016માં આ સમિતિની રચના કરી હતી. દેશના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએમ લોઢાના નેતૃત્વ હેઠળની આ સમિતિ રોકાણકારોની યોગ્યતા ચકાસ્યા પછી તેમને નાણાં પરત કરવા માટે સંપત્તિના નિકાલની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહી છે.સમિતિએ તબક્કાવાર રિફંડની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

રૂપિયા 15,001 થી 17,000 સુધીના દાવાઓની પ્રક્રિયા કરવામાં આવશે. સેબીની વેબસાઈટ પર જાહેર કરાયેલા નિવેદન અનુસાર સમિતિએ રૂ. 15,001 થી રૂ. 17,000 સુધીના દાવાવાળા પાત્ર રોકાણકારોને અસલ PACL  રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા જણાવ્યું છે જેમની અરજીઓ સફળતાપૂર્વક ચકાસવામાં આવી છે.

રિફંડ અંગે કાર્યવાહી

તમને જણાવી દઈએ કે PACL રોકાણકારો માટે રિફંડની પ્રક્રિયા જાન્યુઆરી 2020માં શરૂ થઈ હતી. અગાઉ આ પ્રક્રિયા હેઠળ 5,000 રૂપિયા સુધીના દાવાઓનું સમાધાન કરવામાં આવતું હતું. આ પછી જાન્યુઆરી-માર્ચ 2021 સુધી 10,000 રૂપિયા સુધીના દાવાવાળી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. તે પછી 2022 માં, સેબીએ એપ્રિલથી રૂ. 10,001 થી રૂ. 15,000 સુધીની રિફંડ અરજીઓ મંગાવી હતી. હવે 17,000 રૂપિયા સુધીના દાવાની રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

વર્ષ 2016માં સમિતિની રચના કરવામાં આવી હતી

સેબી દ્વારા રચવામાં આવેલી સમિતિએ PACL રોકાણકારોને એવા રોકાણકારોને અસલ દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે જેમની અરજીઓ સફળતાપૂર્વક ચકાસવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેબી દ્વારા વર્ષ 2016માં આ સમિતિની રચના કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આરએમ લોઢાની આગેવાની હેઠળની સમિતિ રોકાણકારોની યોગ્યતાની ચકાસણી કર્યા પછી તેમને નાણાં પરત કરવા માટે સંપત્તિના નિકાલની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહી છે.

PACL કૌભાંડ શું છે?

PACL ને પર્લ ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કંપનીએ કૃષિ અને રિયલ એસ્ટેટ જેવા વ્યવસાયોના આધારે સામાન્ય લોકો પાસેથી આશરે રૂ. 60,000 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ આ રોકાણ 18 વર્ષના સમયગાળામાં ગેરકાયદેસર રીતે હસ્તગત કર્યું હતું. જ્યારે નાણાં પરત ફરવાનો વારો આવ્યો ત્યારે કંપની પીછેહઠ કરવા લાગી હતી. ત્યારબાદ સેબીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ કંપનીના રોકાણકારો તેમના પૈસા પાછા મેળવવા માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">