AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતંજલિની ઓળખ હવે ‘FMCG’ પૂરતી નથી, ખેતી અને હેલ્થ ક્ષેત્રમાં પણ બાજી મારી

પતંજલિ હવે ફક્ત એક FMCG બ્રાન્ડ નથી રહી પરંતુ તે એક જાગૃત આંદોલનનું સ્વરૂપ લઈ ચૂકી છે. પતંજલિનો ઉદ્દેશ્ય માત્ર ભારતીય બજારમાં તેની પકડ મજબૂત કરવાનો નથી પરંતુ દરેક ભારતીયના જીવનમાં સુધારો લાવવાનો છે.

પતંજલિની ઓળખ હવે 'FMCG' પૂરતી નથી, ખેતી અને હેલ્થ ક્ષેત્રમાં પણ બાજી મારી
| Updated on: Jun 22, 2025 | 2:56 PM
Share

ભારતમાં જ્યારે પણ આયુર્વેદની વાત થાય છે, ત્યારે બાબા રામદેવની પતંજલિનું નામ મોખરે આવે છે. જણાવી દઈએ કે, પતંજલિ હવે ફક્ત ટૂથપેસ્ટ, શેમ્પૂ અને લોટ જેવી FMCG વસ્તુઓ સુધી મર્યાદિત નથી. ખાસ વાત તો એ કે, આજે આ કંપની શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પર્યાવરણ જેવા દરેક ક્ષેત્રને સ્પર્શવાનો પ્રયત્ન કરી રહી છે.

આયુર્વેદથી આત્મનિર્ભરતા સુધી

પતંજલિએ શરૂઆતમાં આયુર્વેદિક પ્રોડક્ટ સાથે બજારમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું. ત્યારબાદ ધીમે ધીમે કંપનીએ આધુનિક માર્કેટિંગ થકી FMCG સેક્ટરમાં એક અલગ ઓળખ બનાવી. હવે કંપની એક એવા વારસા પર નજર રાખી રહી છે કે, જે ફક્ત નફાને આધારિત નથી પરંતુ સમાજના દરેક વર્ગને લાભ આપવા પર આધારિત છે.

શિક્ષણ અને સંસ્કૃતિનો તાલમેલ

પતંજલિ યોગપીઠ અને તેનાથી જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં આધુનિક વિજ્ઞાન અને પરંપરાગત ભારતીય જ્ઞાન સાથે શીખવવામાં આવે છે. પતંજલિ ગુરુકુળ, પતંજલિ યુનિવર્સિટી અને વેદ-પાઠશાળાઓ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ડિગ્રી તો મળે જ છે પણ તેની સાથે-સાથે સંસ્કૃતિ, સંસ્કાર અને સેવાની ભાવના પણ ખાસ શીખવવામાં આવે છે.

આયુર્વેદિક હેલ્થ સિસ્ટમ

પતંજલિ આયુર્વેદિક હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દેશભરમાં દર્દીઓની સારવાર તો કરી રહ્યું છે જ પરંતુ આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ વચ્ચે એક સેતુ તરીકે પણ કામ કરી રહ્યું છે. પરંપરાગત તબીબી પદ્ધતિઓની સાથે અહીં નવા રિસર્ચને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ખેડૂતો માટે પરિવર્તનનો માર્ગ

પતંજલિએ કૃષિ ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને કેમિકલ-ફ્રી ખેતીની ટ્રેનિંગ આપવાનો છે. આ સિવાય ઓર્ગેનિક ખાતર અને ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ કરાવે છે. કંપનીનો દાવો છે કે, આનાથી લાખો ખેડૂતોની આવકમાં સુધારો થયો છે.

આત્મનિર્ભર ભારત તરફ એક પહેલ

પતંજલિ તેના પ્લાન્ટ્સમાં સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ સંરક્ષણને પણ ધ્યાનમાં રાખે છે. આ ઉપરાંત, સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ લોકલ મેન્યુફેક્ચરિંગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

સરળ રીતે જોઈએ તો, આરોગ્ય, શિક્ષણ, રોજગાર, કૃષિ અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં પતંજલિની સક્રિયતા સાબિત કરે છે કે ‘પતંજલિ’ હવે એક વ્યવસાય નથી પરંતુ એક મિશન છે.

બાબા રામદેવને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અમારા બાબા રામદેવને લગતા ટોપિક કર ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">