Paras Defence IPO: ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ ક્ષેત્રનો પહેલો IPO આગામી સપ્તાહે ખુલશે , જાણો વિગતવાર

પ્રાથમિક બજારમાં પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના શેર IPO ની કિંમત કરતાં 105 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચી ગયા છે. ગુરુવારે તેની કિંમત ગ્રે માર્કેટમાં 280 રૂપિયા સુધી પહોંચી હતી જે આઈપીઓ માટે નક્કી કરેલા પ્રાઈસ બેન્ડના ઉપલા ભાવનું લગભગ 60 ટકા પ્રીમિયમ છે.

Paras Defence IPO: ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ ક્ષેત્રનો પહેલો IPO આગામી સપ્તાહે ખુલશે , જાણો વિગતવાર
Paras Defence and Space IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 5:17 PM

Paras Defence and Space IPO: પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો 170.77 કરોડ રૂપિયાનો IPO આગામી સપ્તાહે સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 21-23 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPO ની પ્રાઇસ બેન્ડ 165-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ IPO હેઠળ 140.6 કરોડ રૂપિયાના નવા શેર્સ જારી કરવામાં આવશે અને ઓફર ફોર સેલ (OFS) હેઠળ રૂ 30.17 કરોડના 17.24 લાખ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ જે સેક્ટરમાં છે, તે સેક્ટરમાં કોઈ પણ કંપની ભારતીય બજારમાં લિસ્ટેડ નથી એટલે કે તેની પાસે દેશમાં કોઈ લિસ્ટેડ ઈન્ડસ્ટ્રી પિયર્સ નથી.

પ્રાથમિક બજારમાં પારસ ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના શેર IPO ની કિંમત કરતાં 105 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચી ગયા છે. ગુરુવારે તેની કિંમત ગ્રે માર્કેટમાં 280 રૂપિયા સુધી પહોંચી હતી જે આઈપીઓ માટે નક્કી કરેલા પ્રાઈસ બેન્ડના ઉપલા ભાવનું લગભગ 60 ટકા પ્રીમિયમ છે.

85 શેરની લોટ સાઇઝ IPO માટે 85 શેરોની લોટ સાઇઝ નક્કી કરાઈ છે એટલે કે રોકાણકારોએ પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ પ્રમાણે ઓછામાં ઓછા 14,875 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 50% ઇશ્યૂ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) અને 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) માટે અનામત છે. IPO નો બાકીનો 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. ઓફર ફોર સેલ હેઠળ વિરજી શાહ 12.5 લાખ શેર, મુન્ઝાર શરદ શાહ 50 હજાર શેર, એમી મુંજાલ શાહ 3 લાખ શેર અને શિલ્પા અમિત મહાજન તથા અમિત નવીન મહાજન 62245 શેર વેચશે. લિંક ઇન્ટાઇમને ઇશ્યૂના રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

નાણાંનો ઉપયોગ કરવામાં આવશે નવા શેર દ્વારા મળેલા નાણાં સાથે કંપનીએ મશીનરી અને અન્ય સાધનો ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કાર્યકારી મૂડી વધારવા, દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. નેટવર્થ પર a સરેરાશ વળતર છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં 11.94 ટકા રહ્યું છે. નાણાકીય વર્ષ 2021 માટે EPS (શેર દીઠ કમાણી) ના આધારે IPO ના પ્રાઇસ બેન્ડના ઉપલા ભાવ મુજબ ઇશ્યૂ પ્રાઇસ/કમાણીનો ગુણોત્તર 31.53 છે.

જાણો કંપની વિશે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીની આર એન્ડ ડી સુવિધાઓ નેરુલ નવી મુંબઈ ખાતે સ્થિત છે અને DSIR સાથે માન્યતયા પરપોટા નોંધાયેલ પરાગ એરોસ્પેસની પેટાકંપની છે. પારસ ડિફેન્સ મિસ્ટ્રલ સોલ્યુશન્સ, કોરલ ટેક્નોલોજીસ, ઓફિર ઓપ્ટોમેટ્રિક્સ સોલ્યુશન્સ વગેરે જેવા ઉત્પાદનો વેચે છે. પારસ ડિફેન્સ અને સ્પેસ ટેક્નોલોજીસ ઘણા દેશોમાં તેના ઉત્પાદનો વેચે છે.

આ પણ વાંચો : Indian Railways : ગુજરાતમાંથી પસાર થતી એક ડઝનથી વધુ ટ્રેનોના સમયમાં કરાયા ફેરફાર, કરો એક નજર નવી યાદી ઉપર

આ પણ વાંચો : SBI Alert : કઈ રીતે જાણશો તમે ડાયલ કરેલો Customer Care Number સાચો છે કે નહિ? તમારી બેદરકારી બેન્ક બેલેન્સ ઝીરો કરી નાખશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">