પાકિસ્તાનના શેરબજારમાં મોટો કડાકો, 32 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો

|

Dec 20, 2023 | 10:31 PM

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં તેના 32 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં 2300 પોઈન્ટનો જંગી ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજાર દરરોજ ઊંચા ઉછાળાના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડાનો નવા રેકોર્ડ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનના શેરબજારમાં મોટો કડાકો, 32 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો
PSX

Follow us on

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો ટોચ પર જતો જોવા મળી રહ્યો છે. મંગળવારે સ્ટોક એક્સચેન્જમાં તેના 32 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં 2300 પોઈન્ટનો જંગી ઘટાડો નોંધાયો હતો. ભારતીય શેરબજાર દરરોજ ઊંચા ઉછાળાના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડાનો નવા રેકોર્ડ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ઘટાડાનું કારણ શું ?

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ માટે આ ઘટાડાનું કારણ ચૂંટણી અને આર્થિક મોરચે અસ્થિરતા છે. ચૂંટણી પહેલાના ડર અથવા અસ્થિરતાના ડરને કારણે પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય આ દેશની સ્થિતિ પણ ઘણા સમયથી ખરાબ છે. આ અસરોને કારણે માર્કેટમાં વિદેશી રોકાણકારોનો રસ ઘટી રહ્યો છે અને FII લોનના એફ્લોમાં 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જનો કરાચી 100 ઇન્ડેક્સ 19 ડિસેમ્બરે સાડા ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો. 19 ડિસેમ્બરે કરાચી 100 ઇન્ડેક્સમાં 2,371.64 પોઇન્ટના ભારે ઘટાડા પછી, કરાચી 100 ઇન્ડેક્સ 62,833ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્તર પાછલા ટ્રેડિંગ સેશન કરતાં 3.6 ટકા નીચું રહ્યું હતું.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

કરાચી 100 ઇન્ડેક્સમાં આજે પણ મોટો ઘટાડો

કરાચી 100 ઇન્ડેક્સમાં 20 ડિસેમ્બરે પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. પાકિસ્તાનના સ્થાનિક સમય અનુસાર બપોરે 3:17 વાગ્યે કરાચી 100 ઈન્ડેક્સનો શેર 656.56 પોઈન્ટ અથવા 1.04 ટકા ઘટીને 62,176.47ના સ્તર પર ટ્રેડ થયો હતો.

આ પણ વાંચો જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો હવે રૂપિયા રેડી રાખજો, સ્ટોક માર્કેટમાં આજથી થઈ ઘટાડાની શરૂઆત

ભારતીય શેરબજારમાં પણ બપોર પછી ઘટાડો

20 ડિસેમ્બરે ભારતીય સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. તેના કારણે બજાર નીચે ગયું છે. નિફ્ટીના મિડ કેપ ઈન્ડેક્સમાં 1300 પોઈન્ટ્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં લગભગ 500 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article