પેટ્રોલપંપ ખોલવાની મોટી તક, જાણો કેવી રીતે મેળવશો દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસેથી ડીલરશીપ, આ રહી પુરી પ્રોસેસ
જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. હવે તમે પેટ્રોલ પંપ ડીલર બનીને સરળતાથી કમાણી કરી શકો છો.
જો તમે પણ પેટ્રોલ પંપ ખોલીને કમાણી કરવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. હવે તમે પેટ્રોલ પંપ ડીલર બનીને (Petrol Pump Dealer) સરળતાથી કમાણી કરી શકો છો. દેશની દિગ્ગજ કંપની જીઓ-બીપી (Jio-BP) તમને આ તક આપી રહી છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે પેટ્રોલ પંપના ડીલર બની શકો છો અને સારી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જીઓ-બીપી એ તેનું પહેલું મોબિલિટી સ્ટેશન ઓક્ટોબર 2021માં શરૂ કર્યું હતું. અહીં ગ્રાહકોને સ્પેશિયલ ટેક્નોલોજીની સાથે ફ્યુઅલ, ઈવી ચાર્જિંગ, સીએનજી, બેટરી સ્વેપ સોલ્યુશન સહિતની ઘણી વિશેષ સુવિધાઓ મળે છે.
પેટ્રોલપંપ ખોલવા માટે આટલુ કરવું પડશે રોકાણ
જો તમારે પેટ્રોલ પંપના ડીલર બનવું હોય તો શહેરમાં તમારી પોતાની જમીન હોવી જરૂરી છે. તમારી પાસે 1,200 ચોરસ મીટર, નેશનલ/સ્ટેટ હાઈવે- 3000 ચોરસ મીટર અને અન્ય રસ્તાઓની આસપાસ 2000 ચોરસ મીટરની જમીન હોવી જોઈએ. પેટ્રોલ-પંપ ખોલવા માટે લગભગ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સાથે જમીનની લાંબી લીઝ હોવી જોઈએ.
આ રીતે કરો અપ્લાય
- તમારે પહેલા ઓફિશિયલ લિંક https://partners.jiobp.in/ પર જવું પડશે.
- આ પછી આ પેજ પર તમારે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કરવાનું રહેશે.
- અહીં તમારી સામે એક પેજ ખુલી જશે.
- અહીં તમારે તમારું નામ, મેઈલ આઈડી, મોબાઈલ નંબર જેવી તમામ વિગતો ભરવાની રહેશે.
ઓફિશિયલ મેઈલ અને વોટ્સએપ પણ કરી શકાય છે
આ સિવાય તમે ઓફિશિયલ મેઈલ આઈડી jiobp.dealership@jiobp.com પર પણ મેઈલ કરી શકો છો. આ સિવાય તમે 7021722222 નંબર પર ‘હાય’ મોકલી શકો છો. આ મેસેજ તમારે વોટ્સએપ પર લખવાનો રહેશે.
કઈ જગ્યાએ ખોલી શક્શો પેટ્રોલ પંપ
જો લોકેશનની વાત કરીએ તો તમને દિલ્હીમાં પેટ્રોલ પંપ ખોલવાનો મોકો મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના ભલસ્વા જહાંગીરપુર, કરવલ નગર, કિરારી સુલેમાન નગર, નાંગલોઈ જાટ, નવી દિલ્હી સુલતાનપુર માજરા જેવા સ્થળોએ પેટ્રોલ પંપ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : સાડી પ્રત્યેના તેમના અનન્ય પ્રેમને કારણે આજે આ બંને બહેનોએ રૂ.50 કરોડથી પણ મોટી બ્રાન્ડ બનાવી