OPENING BELL વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યા

|

Nov 03, 2020 | 10:16 AM

વૈશ્વિક બજારોમાં તેજીની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ નજરે પડી હતી. આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા હતા. પ્રારંભિક સત્રમાં જ સેન્સેક્સ અને નિફટીમાં ૧ ટકાથી વધારાની વૃદ્ધિ દેખાઈ રહી છે જયારે માર્કેટનો ટ્રેન્ડ તેજી સૂચવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,197.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,797.35સુધી ઉછળા છે. સેન્સેક્સ […]

OPENING  BELL વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર જબરદસ્ત તેજી સાથે ખુલ્યા

Follow us on

વૈશ્વિક બજારોમાં તેજીની અસર આજે ભારતીય શેરબજાર ઉપર પણ નજરે પડી હતી. આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા હતા. પ્રારંભિક સત્રમાં જ સેન્સેક્સ અને નિફટીમાં ૧ ટકાથી વધારાની વૃદ્ધિ દેખાઈ રહી છે જયારે માર્કેટનો ટ્રેન્ડ તેજી સૂચવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,197.71 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,797.35સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.6 ટકાની મજબૂતી જોવામાં આવી રહી છે.બેન્ક નિફ્ટી 1.14 ટકા મજબૂતીની સાથે 24,172.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક સત્રમાં શહેરભરની સ્થિતિ સવારે (૯.૪૫ વાગે)
બજાર                સૂચકઆંક              વૃદ્ધિ

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સેન્સેક્સ          40,140.64         +383.06 

નિફ્ટી              11,781.70           +112.55 

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.78 ટકાની મજબૂતી દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.90 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, રિયલ્ટી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

દિગ્ગજ શેર
વધ્યા : આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ અને બીપીસીએલ
ઘટયા : અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, સન ફાર્મા અને રિલાયન્સ

મિડકેપ
વધ્યા : રેમ્કો સિમેન્ટ્સ, જિંદાલ સ્ટીલ, સીજી કંઝ્યુમર, એયુ સ્મોલ ફાઈનાન્સ અને બેન્ક ઑફ ઈન્ડિયા
ઘટ્યા : ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, 3એમ ઈન્ડિયા અને બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ

સ્મૉલકેપ
વધ્યા : પિલાનિ ઈનવેસ્ટ, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ડી-લિંક ઈન્ડિયા, ડીસીએમ શ્રીરામ અને ઈન્ડો કાઉન્ટ
ઘટ્યા : ઓનમોબાઈલ ગ્લોબલ, ન્યુક્લિઅસ સોફ્ટવેર, બટર ફ્લાય, ફાઈન ઑર્ગેનિક્સ અને રોયલ ઑર્કિડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article