Opec Plus: શું પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મળશે વધુ રાહત? કાચા તેલના ઉત્પાદનમાં વધારાને લઈને આજે મહત્વની બેઠક

|

Nov 04, 2021 | 7:04 PM

ઓપેક પ્લસ' ગઠબંધન, સાઉદી નેતૃત્વમાં ઓપેક સભ્યો અને રશિયાના નેતૃત્વમાં અન્ય દેશો સાથે મળીને બન્યું છે. ગઠબંધન કોરોના વાયરસ રોગચાળા દરમિયાન કરવામાં આવેલ ઉત્પાદન કાપને પુનઃસ્થાપિત કરવા માટે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે.

Opec Plus: શું પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મળશે વધુ રાહત? કાચા તેલના ઉત્પાદનમાં વધારાને લઈને આજે મહત્વની બેઠક
OPEC will increase crude oil production

Follow us on

ક્રૂડ ઓઈલ (Crude Oil)ના ઉત્પાદનમાં ઘટાડો અને માંગમાં વધારાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત આસમાનને પહોંચી છે. તેના કારણે દેશમાં મોટાભાગના શહેરમાં પેટ્રોલ અને ડિઝલ બંનેના ભાવ 100ની પાર પહોંચ્યા છે. ઈન્ટરનેશનલ કમ્યુનિટી કિંમતમાં રાહત માટે તેલ ઉત્પાદક દેશોને પ્રોડક્શન વધારવાની અપીલ કરી રહ્યું છે. ઓપેક અને તેના સહયોગી તેલ ઉત્પાદક દેશો ગુરુવારે નક્કી કરશે કે વૈશ્વિક અર્થતંત્રને કેટલા તેલની જરૂર છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સાઉદી અરબ અને રશિયાને ઉત્પાદન વધારવા અને યુએસ ગેસોલીન કિંમતોમાં ઘટાડો કરવાનો આગ્રહ કર્યો. ‘ઓપેક પ્લસ’ ગઠબંધન, સાઉદી નેતૃત્વમાં ઓપેક સભ્યો અને રશિયાના નેતૃત્વમાં અન્ય દેશો સાથે મળીને બન્યું છે. ગઠબંધન કોરોના વાયરસ રોગચાળા દરમિયાન કરવામાં આવેલ ઉત્પાદન કાપને પુનઃસ્થાપિત કરવા માટે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યું છે, જેના કારણે કાચાતેલનો ભાવ 7 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. બાઈડને વારંવાર ગઠબંધનને ઉત્પાદન વધારવા માટે કહ્યું છે, જો કે હજુ સુધી આમાં ખાસ સફળતા મળી નથી.

23 દેશનું સંગઠન છે ઓપેક પ્લસ

આ બેઠકમાં તેલ ઉત્પાદનમાં વધારાને લઈને શું નિર્ણય લેવામાં આવે છે, તેના વિશે કહેવું મુશ્કેલ છે. જો કે તેની બિઝનેસ એક્ટિવિટી પર સીધી અસર થશે. મોટાભાગના દેશના ઓઈલ મિનિસ્ટર્સનું માનવું છે કે ઓપેક પ્લસ દેશ હાલમાં ઉત્પાદનમાં તેજીના મુડમાં નથી. તમને જણાવી દઈએ કે ઓપેક પ્લસ 23 દેશોનું ગ્રુપ છે, જેનું લિડર સાઉદી અરબ અને રશિયા છે.

 

દિવાળી પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો

દિવાળીની પૂર્વ સંધ્યાએ તેલની વધી રહેલી કિંમતો વચ્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આજથી પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Muhurat Trading Updates: મુહર્ત ટ્રેડીંગમાં બજારમાં જોવા મળ્યો ઉછાળો, સેન્સેક્સ 60 હજારને પાર

 

આ પણ વાંચો: T20 World Cup: ભારત સામે મળેલી હારની કસર ન્યૂઝીલેન્ડ સામે નિકાળશે અફઘાન ટીમ, રાશિદ ખાને કહ્યુ ક્વાર્ટર ફાઇનલ હશે એ મેચ

Next Article