સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં ૮૩૫ અને નિફટીમાં ૨૪૪ અંકનો ઉછાળો

સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં ૮૩૫ અને નિફટીમાં ૨૪૪ અંકનો ઉછાળો

  સતત સપ્તાહના ૫ દિવસ નકારત્મક રહેલા શેર બજારે સપ્તાહના છેલ્લા દિવસે સારો કારોબાર દેખાડી ઉછાળાની પરિસ્થિતિ સર્જી હતી. આજે સત્ર પૂર્ણ થયું ત્યારે સેન્સેક્સ 37,388.૬૬ અને નિફટી 11,050.૨૫ અંક ઉપર બંધ યહ્યો હતો. બંને બજારમાં ૨.૨ ટકાની વૃદ્ધિ થઇ છે. સેન્સેક્સ ૮૩૫ અંક અને નિફટી ૨૪૪ અંક વૃદ્ધિ સાથે બંધ થયો હતો. આજના બજારની […]

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Sep 25, 2020 | 4:39 PM

સતત સપ્તાહના ૫ દિવસ નકારત્મક રહેલા શેર બજારે સપ્તાહના છેલ્લા દિવસે સારો કારોબાર દેખાડી ઉછાળાની પરિસ્થિતિ સર્જી હતી. આજે સત્ર પૂર્ણ થયું ત્યારે સેન્સેક્સ 37,388.૬૬ અને નિફટી 11,050.૨૫ અંક ઉપર બંધ યહ્યો હતો. બંને બજારમાં ૨.૨ ટકાની વૃદ્ધિ થઇ છે. સેન્સેક્સ ૮૩૫ અંક અને નિફટી ૨૪૪ અંક વૃદ્ધિ સાથે બંધ થયો હતો.

આજના બજારની સ્થિતિ

માર્કેટ  સૂચકઆંક વધારો
સેન્સેક્સ 37,388.66 +835.06 (2.28%)
નિફટી 11,050.25 +244.70 (2.26%)

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારી થી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.90 ટકા વધારો થતા 14,336.68 સુધી પહોંચ્યો હતી. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.31 ટકાની મજબૂતીની મળતા 14,495.58 પર સપાટી નોંધાઈ હતી.આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, આટી, ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં જોરદાર ખરીદારીનો જુવાળ રહ્યો હતો. દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક, સિપ્લા, ભારતી એરટેલ અને એલએન્ડટીમાં તેજી રહી હતી. એસબીઆઈ લાઈફ, બીપીસીએલ અને યુપીએલ નુકશાનીમાં રહ્યા હતા.

મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ, જીએમઆર ઈન્ફ્રા, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, મુથૂટ ફાઈનાન્સ અને ગ્લેનમાર્ક વૃદ્ધિ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, યુનિયન બેન્ક, હિંદુસ્તાન એરોન, આલ્કેમ લેબ અને એબીબી ઈન્ડિયામાં ઘટાડો થયો છે. સ્મૉલકેપ શેરોમાં થંગમલાઈ, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, ભણસાલી એન્જીનયર, અનંત રાજ અને એનસીસીમાં પ્રગતિ નોંધાઈ છે. જીએમએમ પફડલર, 63 મૂનસ ટેક, આલોક ઈન્ડસ્ટ્રીઝ, રેલિગર એન્ટરપ્રાઈઝ અને ઝેનસાર ટેક આજના કારોબારમાં ફિક્કા પડ્યા હતા.

આ પણ વાંચોઃદાહોદમાં સગીરાના પેટમાંથી નીકળી 20 કિલોની ગાંઠ, તબીબોએ સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કર્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati