AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારની તેજીના આંકડાને લઈ કરેલી આગાહી પર લાગી મહોર, વાંચો 22 દિવસ પહેલા શું ભાખ્યુ હતું શેરબજારનું ભવિષ્ય

સોમવારે શેરબજારમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યાં સેન્સેક્સ 68500 પોઈન્ટને પાર કરી ગયો હતો. આ સાથે જ નિફ્ટી 20600 પોઈન્ટને પાર કરીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જેના કારણે રોકાણકારોએ 17 મિનિટમાં 5.74 લાખ કરોડ રૂપિયાનો નફો કર્યો.

શેરબજારની તેજીના આંકડાને લઈ કરેલી આગાહી પર લાગી મહોર, વાંચો 22 દિવસ પહેલા શું ભાખ્યુ હતું શેરબજારનું ભવિષ્ય
Sensex
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2023 | 3:18 PM
Share

શેરબજારમાં ચાલી રહેલી તેજીને લઈ સમાચાર તો ચર્ચામાં છે પણ આ તેજીની આગાહી આજથી 22 દિવસ પહેલા જ ટીવી9 ગુજરાતીની ડિજીટલ માધ્યમથી જાણીતા જ્યોતિષી ચેતન પટેલે કરી હતી. આ આગાહી અંકશાસ્ત્રને લઈ કરવામાં આવી હતી જે બિલકુલ સાચી ઠરી રહી છે.

આંકડાઓની વાત કરીએ તો લખાઈ રહ્યું છે ત્યાર સુધી સેન્સેક્સ અત્યારે 68,700, નિફ્ટી ફયૂચર 20790, બેંક નિફ્ટી ફયૂચર 46425 ચાલી રહી છે જે તેજીનો તોખાર દર્શાની રહ્યા છે. મિત્રો આ આંકડાશાસ્ત્રની ગણતરીને લઈ કરવામાં આવેલી આગાહી હતી જે સાચી પુરવાર થઈ છે. આ સાથે અમે પ્રકાશિત કરેલી જુની સ્ટોરી પણ આપની સાથે શેર કરી રહ્યા છે સાથે આજની સ્થિતિ દર્શાવતી નવી વિગતો પણ રજુ કરી રહ્યા છે.

જ્યોતિષી ચેતન પટેલેના જણાવ્યા અનુસાર ટ્રેડર્સ અને રોકાણકારોને ખૂબ મોટો લાભ થશે તેવો જ લાભ થઈ રહ્યો છે .ભારતીય બજાર નો સૂચક આંક સેન્સેક્સ 65259 બંધ આવ્યો છે અંકશાસ્ત્ર અનુસાર તેના મેજીકલ અંક 65250ની ઉપર બંધ આવ્યો છે જે અહીંથી ટાર્ગેટ 67,950 ,70,000 72000 સુધી ની તેજી બતાવી રહ્યો છે.

 આગાહી મુજબ

સેન્સેક્સ નો પહેલો ટાર્ગેટ 67,950 હતો તે આવી ગયો છે અને અત્યારે 68588 ચાલે છે .વાત કરીએ નિફ્ટી ફ્યુચરની તો તે મુહર્ત સોદા બાદ 19536 બંધ આવી છે જે પણ તેના મેજિકલ અંક 19530 થી ઉપર છે જે પણ મોટી તેજીના સંકેત આપે છે તે પ્રમાણે તેનો પહેલો ટાર્ગેટ 20206 આવે છે અને 20206 ની ઉપર ટ્રેડ કરતાં 20900,અને 22000 સુધીની તેજી થઈ શકે છે

નિફ્ટી ફ્યુચર નો પહેલો ટાર્ગેટ 20206 આવી ગયો છે અને અત્યારે 20745 ચાલે છે, મુહર્ત સોદા માં બેંક નિફ્ટી ફ્યુચર 44042 બંધ આવી છે જે પણ તેની મેજીકલ ફિગર 44000 છે તેંની ઉપર છે તે પણ મોટી તેજી બતાવે છે તે મુજબ અપ સાઇડ માં 46400, 48000 અને 52000 સુધી ની તેજી થઈ શકે છે ,અત્યારે હાલમાં બેંક નિફ્ટી ફ્યુચર 46260 ચાલે છે તે પણ ટૂંક સમયમાં તેના પહેલા ટારગેટ સુધી પહોંચી જશે,જે 46400 છે.

આ સાતે જુની સ્ટોરીમાં કરેલો ઉલ્લેખ પણ આપ જોઈ શકશો કે જ્યારે આ લખવામાં આવ્યું હતું ત્યારે આંકડા શું હતા અને હાલમાં શેરબજારના આંકડા કઈંક અલગ ચાલી રહ્યા છે.

(શેર બજાર, દિવાળી મુહૂર્ત, સોદાની કુંડળી અને અંકશાસ્ત્રએ આપ્યા તોફાની તેજીના યોગ, જાણો કેવું રહેશે શેર બજાર માટે સમગ્ર વર્ષ

g clip-path="url(#clip0_868_265)">