AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેર બજાર, દિવાળી મુહૂર્ત, સોદાની કુંડળી અને અંકશાસ્ત્રએ આપ્યા તોફાની તેજીના યોગ, જાણો કેવું રહેશે શેર બજાર માટે સમગ્ર વર્ષ

વિક્રમ સંવત 2080 માં મોટી તેજી ના યોગ શેરબજારનો સૂચક આંક 72000 તો નિફ્ટી ફયૂચર 22000 અને બેંકનિફ્ટી ફયૂચર 52000 થાય તો નવાઈ નહીં. આવું એટલા માટે કહી શકાય કે યોગાનુયોગ આઝાદ ભારતની કુંડળીમાં પણ વૃષભ લગ્ન છે અને શેર બજારના મુહૂર્ત સોદાની કુંડળીમાં પણ વૃષભ લગ્ન આવ્યું શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર વૃષભ લગ્નમાં શનિને યોગી ગ્રહ કયો છે. 

શેર બજાર, દિવાળી મુહૂર્ત, સોદાની કુંડળી અને અંકશાસ્ત્રએ આપ્યા તોફાની તેજીના યોગ, જાણો કેવું રહેશે શેર બજાર માટે સમગ્ર વર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 9:15 PM
Share

આજથી નવા વર્ષમાં પ્રવેસ સાથે તોફાની તેજીના યોગ જોવા મળી રહયા છે. ત્યારે જાણીતા જ્યોતિષી અને અંકશાસ્ત્રી ચેતન પટેલે જણાવ્યું કે ભારતીય શેરબજારમાં દિવાળીની સાંજે 6:15 કલાકે મુહર્ત ટ્રેડિંગના સોદા થયા તે સમયે બળવાન વૃષભ લગ્ન ઉદીત થયું જ્યોતિષ શાસ્ત્ર માં વૃષભ લગ્નને સ્થિર અને વૃદ્ધિ લગ્ન કહ્યું છે, તેમાં શનિએ મોટો રાજ્યોગ રચી દીધો છે.

ટ્રેડર્સ અને રોકાણ કારો માટે ખૂબ સારું વળતર વિક્રમ સવંત 2080 માં મળવાના સંજોગો મોટી તેજી થાય તેવા ગ્રહ યોગ , અંકશાસ્ત્ર મુજબ પણ મોટી તેજી છે. જેમાં શેરબજારનો સૂચક આંક 72000 અને નિફ્ટી ફયૂચર 22000 અને બેંક નિફ્ટી ફયૂચર 52000 થાય તો નવાઈ નહીં.

આવું એટલા માટે કહી શકાય કે યોગાનુયોગ આઝાદ ભારતની કુંડળીમાં પણ વૃષભ લગ્ન છે અને શેર બજારના મુહૂર્ત સોદાની કુંડળીમાં પણ વૃષભ લગ્ન આવ્યું. ત્યારે શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર વૃષભ લગ્નમાં શનિને યોગી ગ્રહ કહ્યો છે. શનિ જેટલો બળવાન એટલુ ભવિષ્ય બળવાન,  આ સિદ્ધાંતનો અર્થ એવો થાય જે ન્યાયે આ કુંડળીમાં શનિ અત્યંત શુભ ફળ આપે. મુહૂર્ત સમયની કુંડળીમાં શનિ પોતાની મૂળ ત્રિકોણની કુંભ રાશિમાં શશક રાજ યોગ રચી બળવાન બની દસમા કર્મભાવમાં બિરાજીત છે. છેલ્લા એક મહિનાથી શેર બજારમાં ઘટાડા તરફી વલણ હતું અને ઘણા લોકો બજારમાં મંદી ધેરી બનશે તેવી વાતો પણ કરી રહ્યા હતા.

તેથી ઇન્વેસ્ટર અને ટ્રેડર્સોમાં થોડો ઘણો ગભરાટનો માહોલ હતો પરંતુ મુહર્ત સોદાની કુંડળીમાં બળવાન બની રહેલા આ યોગો શેરબજાર ના આગામી વર્ષ માટે શ્રેષ્ઠ ગણાય શનિ માટે એ પણ સિદ્ધાંત છે કે તે જે ભાવમાં બેસે છે તેની વૃદ્ધિ કરે છે, તેથી વિક્રમ સંવત 2080 ના વર્ષની શરૂઆતમાં મુહર્ત સોદાની કુંડળીમાં આટલો બળવાન શનિ સૂચવે છે કે, શેર બજાર અહીંથી જ મજબૂત લાંબા ગાળાની મોટી તેજી કરી શકે છે.

પાંચમા ભાવનો અધિપતિ બુધ શની સાથે સ્થિર રાશિમાં કેન્દ્ર યોગમાં

કેમકે શનિ નકર ફળ આપે છે એટલે એક પ્રકારે ભારતનું અર્થતંત્ર અને વેપાર ધંધા પર પણ શુભ અસર કરશે તેથી જ આ પરિણામ આવશે બીજું આ કુંડળીમાં શુક્ર પાંચમાં શેર બજારના સ્થાન પર જ સ્થિત છે. પાંચમા ભાવનો અધિપતિ બુધ શની સાથે સ્થિર રાશિમાં કેન્દ્ર યોગમાં છે જે પણ બજારની સ્થિરતા અને સદ્ધરતા સૂચવે છે એકંદરે વિક્રમ સંવત 2080 લોકસભાની ચૂંટણીનો વર્ષ છે તેમ છતાં પણ સ્થિર રહી અને મક્કમ તેજી દર્શાવે તેવા યોગ બને છે.

ભારતીય બજારનો સૂચક આંક સેન્સેક્સ 65259 બંધ આવ્યો

અંકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ સારી તેજી થાય તેવા યોગ બની રહ્યા છે. કેમકે અત્યારે મુહર્ત સોદામાં ભારતીય બજારનો સૂચક આંક સેન્સેક્સ 65259 બંધ આવ્યો છે અંકશાસ્ત્ર અનુસાર તેના મેજીકલ અંક 65250 ની ઉપર બંધ આવ્યો છે જે અહીંથી 67,950 ,70,000 72000 સુધી ની તેજી બતાવી રહ્યો છે અને નીચામાં બજાર તેના મેજીકલ અંક 65,250 ની નીચે જાય તો 64000 ,63000 ,62000 સુધી જઈ શકે છે.

હવે વાત કરીએ નિફ્ટી ફ્યુચરની તો તે મુહર્ત સોદા બાદ 19536 બંધ આવી છે જે પણ તેના મેજિકલ અંક 19530 થી ઉપર છે જે પણ મોટી તેજીના સંકેત આપે છે તે પ્રમાણે તેનો પહેલો ટાર્ગેટ 20206 આવે છે અને 20206 ની ઉપર ટ્રેડ કરતાં 20900,અને 22000 સુધીની તેજી થઈ શકે છે.

આ જ પ્રકારે કોઈ કુદરતી સંજોગોને કારણે જો નિફ્ટી ફ્યુચર તેના મેજિકલ અંક 19530 ની નીચે ટ્રેડ કરશે તો નીચામાં 19100, 18750, 18300 સુધીના ટાર્ગેટ આવી શકે છે એકંદરે તેજીમાં મોટી ચાલ અને મંદીમાં નાની ઘટાડો બતાવે છે તે મુજબ વર્ષ પર્યંત મંદી કરતા તેજી થવાની શક્યતા મોટી છે.

આ પણ વાંચો : દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 500 પોઈન્ટ, નિફ્ટીમાં 120 પોઈન્ટનો ઉછાળો, જુઓ વીડિયો

આ જ પ્રમાણે બેન્ક નિફ્ટી જે વર્તમાન સમય મુહર્ત સોદા માં 44042 બંધ આવી છે જે પણ તેની મેજીકલ ફિગર 44000 ની ઉપર છે જે પણ મોટી તેજી બતાવે છે તે મુજબ અપ સાઇડ માં 46400, 48000 અને 52000 સુધી ની તેજી થઈ શકે અને કોઈ આકસ્મિક સંજોગ માં ડાઉન સાઇડ માં 42100,41000 અને 39800 સુધી જઈ શકે છે આમ તેમાં પણ મંદી ઓછી અને તેજી વધારે થાય તેવા સંજોગો છે એકંદરે ભારતીય શેરબજારમાં વિક્રમ સંવત 2080 માં મોટી તેજી થવાના સંકેતો મુહૂર્તની કુંડળી અને અંકશાસ્ત્ર અંક શાસ્ત્ર આપી રહ્યા છે

(નોંધ: અહીં આપવામાં આવેલા ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આ આર્ટિકલમાં જ્યોતિષી ચેતન પટેલે પોતાનો વિચારો રજૂ કર્યા છે, ટીવી9 આ વિચારો સાથે સમંત છે તેમ માનવું નહીં)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">