Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 ઓક્ટોબરથી જૂની Cheque Book નકામી બનશે, જો તમારું આ સરકારી બેંકોમાં ખાતું હોય તો તરત જ કરો બેંકનો સંપર્ક

નવી ચેક બુક પર PNB નો IFSC અને MICR કોડ લખવામાં આવશે. જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન આવે તો નવી ચેકબુક લેવી જરૂરી છે. ગ્રાહકો આ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે.

1 ઓક્ટોબરથી જૂની Cheque Book નકામી બનશે, જો તમારું આ સરકારી બેંકોમાં ખાતું હોય તો તરત જ  કરો બેંકનો સંપર્ક
Old checkbook will be useless from October 1
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 8:44 AM

બેંક ગ્રાહકો માટે અગત્યના સમાચાર છે. દેશની 3 જાહેર ક્ષેત્રની બેંકોની ચેકબુક નકામી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમારું ખાતું પણ આ બેંકોમાં છે તો ચેકબુક સમયસર બદલી લેવી જોઈએ. આ બેન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બેંકોમાં મર્જ થઈ છે. 1 ઓક્ટોબર, 2021 થી બેન્કોના મર્જરને કારણે ખાતા નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બેન્કિંગ સિસ્ટમ જૂનો ચેક રિજેક્ટ કરી દેશે.

ચેક બુક અમાન્ય રહેશે 1 ઓક્ટોબરથી આ 3 મોટી બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે. તેથી આ તમામ બેંકોના ગ્રાહકોને તાત્કાલિક તેમની શાખાની મુલાકાત લેવા અને નવી ચેકબુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે. 1 ઓક્ટોબરથી અલ્હાબાદ બેંક (Allahabad Bank), ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા (United Bank of India) ચેકબુક અને MICR કોડ અમાન્ય થવા જઈ રહ્યા છે.

પંજાબ નેશનલ બેંક (PNB) એ કહ્યું છે કે 1 ઓક્ટોબરથી ઈ-ઓબીસી અને ઈ-યુએનઆઈની જૂની ચેકબુક કામ નહીં કરે. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે  જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક અપડેટેડ આઇએફએસસી સાથે આવશે. PNB નો કોડ અને MICR પણ બદલાશે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

PNB એ ઉમેર્યું છે કે 1 ઓક્ટોબર પહેલા જૂની ચેકબુક બદલવી જરૂરી છે અને આ માટે બેંકની શાખાની મુલાકાત લેવી પડશે. તમારે જૂની ચેકબુક જમા કરીને નવી ચેકબુક મેળવવી પડશે. પીએનબીએ ગ્રાહકોને જણાવ્યું છે કે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું પીએનબી સાથે મર્જર થયા બાદ તેમની જૂની ચેકબુકને નવી પીએનબી ચેકબુક સાથે બદલવી જરૂરી બની ગઈ છે.

નવી ચેક બુક પર PNB નો IFSC અને MICR કોડ લખવામાં આવશે. જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન આવે તો નવી ચેકબુક લેવી જરૂરી છે. ગ્રાહકો આ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે.

જરુરી સૂચના પંજાબ નેશનલ બેંકે અગાઉ જૂની ચેકબુકને નવી સાથે બદલવાની તારીખ 30 જૂન નક્કી કરી હતી. અગાઉ 1 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી હતી. PNB એ કહ્યું હતું કે 1 એપ્રિલ 2021 પછી ઓરિએન્ટલ બેંક અને UBI ની જૂની ચેકબુક માન્ય ગણાશે નહીં તેથી ટૂંક સમયમાં તેને નવી ચેકબુક સાથે બદલવી પડશે. બાદમાં બેંકે આ તારીખ 1 ઓક્ટોબર સુધી લંબાવી હતી. PNB એ તેની નવી સૂચનાઓમાં 1 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે તે પહેલા જૂની ચેકબુકને બદલવી પડશે. જો આવું ન થાય તો જૂની ચેકબુકમાંથી ટ્રાન્ઝેક્શન કરી શકાશે નહીં.

વર્ષ 2020 માં બેંકોનું વિલીનીકરણ થયું ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાને ગયા વર્ષે 1 એપ્રિલ 2020 ના રોજ PNBમાં મર્જ કરવામાં આવ્યા હતા. હવે UBI અને OBC નું તમામ કામ PNB હેઠળ થઈ રહ્યું છે. તદનુસાર, આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર પણ બદલાઈ રહ્યા છે. બંને બેન્કોના કોડ હવે PNB ના કોડ સાથે ચાલશે. PNB જાહેર ક્ષેત્રની બેન્કોમાં બીજી સૌથી મોટી બેંક છે. પ્રથમ ક્રમે SBI નું નામ આવે છે. અગાઉ PNB એ UBI અને OBC માટે નવો IFSC કોડ અને MICR જારી કર્યો હતો

આ પણ વાંચો :  RBI એ KYC નિયમોનું ઉલ્લંઘન કરનાર બેંકો સામે કરી લાલ આંખ , જાણો કઈ બેંકને ફટકારાયો દંડ, શું ગ્રાહકો ઉપર પડશે કોઈ અસર?

આ પણ વાંચો : Share Market Today: નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા શેરબજારમાં આજે આ શેર્સ ઉપર રાખજો નજર , ફાયદાના છે સંકેત

g clip-path="url(#clip0_868_265)">