AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NSEની યોગી ગાથા: દુરુપયોગ, નાણાંની હેરાફેરી અને અંધશ્રદ્ધા, વાંચો સંપૂર્ણ કહાની

આજે, 59 વર્ષીય રામકૃષ્ણ એક વિચિત્ર કૌભાંડના કેન્દ્રમાં છે જ્યારે સેબીની તપાસમાં ખુલાસો થયો કે એક્સચેન્જના મુખ્ય વ્યવસાયિક નિર્ણયો લેવા માટે તેમને એક રહસ્યમય હિમાલયન યોગી દ્વારા નિર્દેશ આપવામાં આવતા હતા.

NSEની યોગી ગાથા: દુરુપયોગ, નાણાંની હેરાફેરી અને અંધશ્રદ્ધા, વાંચો સંપૂર્ણ કહાની
Chitra Ramakrishna
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 11:32 PM
Share

ભારતના ટોચના સ્ટોક એક્સચેન્જ NSEના તત્કાલીન CEO ચિત્રા રામકૃષ્ણાએ (Chitra Ramakrishna) આઠ વર્ષ પહેલાં પીટીઆઈને કહ્યું હતું કે ટેક્નોલોજી એ સિંહ છે જેના પર દરેક વ્યક્તિ સવાર છે. તે સમયે, તે પોતે નેશનલ સ્ટોક એક્સચેન્જની ટોચની પોસ્ટ પર સિંહની સવારી કરી રહ્યા હતા. NSE એ 100 વર્ષ જૂના BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) ને 1994 માં લોન્ચ કર્યાના એક વર્ષમાં જ ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે પાછળ છોડી દીધું હતું. NSEના અત્યાધુનિક અલ્ગોરિધમિક આધારિત સુપરફાસ્ટ ટ્રેડિંગમાં ટેકનિકલ ખામીએ રામકૃષ્ણને સ્ટોક ટ્રેડિંગની પુરૂષ પ્રભુત્વવાળી દુનિયામાં NSEના ટોચના સ્થાને પહોંચવાનો મોકો આપ્યો. NSEમાં 5 ઓક્ટોબર, 2012ની સવારે આ ટેકનિકલ ખામીને કારણે રોકાણકારોના લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

એનએસઈના સીઈઓ રવિ નારાયણને રાજીનામું આપવું પડ્યું અને થોડા મહિનાઓ પછી 13 એપ્રિલ 2013ના રોજ એનએસઈની કમાન ઔપચારિક રીતે ચિત્રા રામકૃષ્ણને સોંપવામાં આવી. આજે, 59 વર્ષીય રામકૃષ્ણ એક વિચિત્ર કૌભાંડના કેન્દ્રમાં છે જ્યારે સેબીની તપાસમાં ખુલાસો થયો કે એક્સચેન્જના મુખ્ય વ્યવસાયિક નિર્ણયો લેવા માટે તેમને એક રહસ્યમય હિમાલયન યોગી દ્વારા નિર્દેશ આપવામાં આવતા હતા.

તપાસ એજન્સીઓને મામલાના તળિયે પહોંચવા સૂચના

આ ઘટનાક્રમના જાણકાર કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પારદર્શિતાનો સમય આવી ગયો છે અને સરકાર વતી તમામ નિયમનકારી, અમલીકરણ એજન્સીઓ અને તપાસ એજન્સીઓએ આ મામલાના તળિયે પહોંચવાની સૂચનાઓ આપવામાં આવી છે. ટોચના એક પૂર્વ નિયમનકારી અધિકારીએ જણાવ્યું હતું કે ટોચના મેનેજમેન્ટ અને કેટલાક મુખ્ય ડિરેક્ટરો તેમની ફરજો નિભાવવામાં સ્પષ્ટપણે નિષ્ફળ ગયા છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશની લગભગ દરેક નિયમનકારી, વહીવટી એજન્સી અને તપાસ એજન્સી આ મામલાના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસના દાયરામાં તે તમામ ડિરેક્ટરોને સામેલ કરવામાં આવ્યા છે જેઓ આ વર્ષો દરમિયાન NSE બોર્ડમાં હતા. તપાસ માત્ર યોગીની ઓળખ પુરતી સીમિત નથી, પરંતુ બોર્ડ, રેગ્યુલેટર અને સરકાર સહિત વિવિધ સ્તરે ક્ષતિના કારણો પણ શોધવામાં આવી રહ્યા છે.

ભૂતપૂર્વ નિયમનકારે જણાવ્યું હતું કે એવું લાગે છે કે ભૂતપૂર્વ અને સેવા આપતા અમલદારોના વર્તુળ, કેટલાક અત્યંત મહત્વાકાંક્ષી દલાલો, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને એક્સચેન્જ સાથે સંકળાયેલા કેટલાક કોર્પોરેટ અધિકારીઓએ તેમના અંગત લાભ માટે વિવિધ છટકબારીઓ બનાવી છે અને તેનો ફાયદો ઉઠાવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે હવે ઉપરથી સૂચનાઓ આવી છે કે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને દરેક ગેરરીતિ કે ભૂલને ખુલ્લી પાડવી જોઈએ.

ચિત્રા રામકૃષ્ણ પર આધ્યાત્મિક ગુરુનો પ્રભાવ હતો

NSE કેસમાં માર્કેટ્સ રેગ્યુલેટર સેબીના 190 પાનાના આદેશમાં અન્ય બાબતોની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે NSEના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણ હિમાલયના પર્વતોમાં રહેતા ‘આધ્યાત્મિક ગુરુ’ના પ્રભાવ હેઠળ હતા. આ કેસ મુખ્ય વ્યૂહાત્મક સલાહકાર તરીકે આનંદ સુબ્રમણ્યમની નિમણૂક અને તેમનુ પદ નામ બદલીને ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટરના સલાહકાર તરીકે કરવા માટે કંપની કામગીરીમાં ક્ષતિઓ સાથે પણ સંકળાયેલી છે.

સેબીના આદેશ મુજબ એપ્રિલ 2013થી ડિસેમ્બર 2016 સુધી NSEના MD અને CEO રહી ચૂકેલા રામકૃષ્ણ હિમાલયમાં રહેતા આ યોગીને ‘શિરોમણી’ કહીને બોલાવે છે. આ અંગે NSEના ભૂતપૂર્વ વડા દાવો કરે છે કે તેઓ હિમાલયની પહાડીઓમાં રહે છે અને 20 વર્ષથી તેમને અંગત અને વ્યાવસાયિક બાબતોમાં સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો :  EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવા જઈ રહ્યું છે, જાણો કોને મળશે તેનો ફાયદો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">