નીતિન ગડકરી ટુંક સમયમાં આપવા જઈ રહ્યા છે તમને રોકાણનો વિકલ્પ, બેંકોની તુલનામાં મળશે વધુ રીટર્ન

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી તમારા માટે રોકાણની તક લઈને આવી રહ્યા છે. ગડકરીએ શુક્રવારે કહ્યું હતું કે તેમનું મંત્રાલય એક invIT મોડલ માટે સેબી સાથે વાતચીત કરી રહ્યું છે.

નીતિન ગડકરી ટુંક સમયમાં આપવા જઈ રહ્યા છે તમને રોકાણનો વિકલ્પ, બેંકોની તુલનામાં મળશે વધુ રીટર્ન
Nitin Gadkari (File Image)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Dec 18, 2021 | 7:16 PM

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી (Union Road Transport and Highways Minister Nitin Gadkari) તમારા માટે રોકાણની તક લઈને આવી રહ્યા છે. ગડકરીએ શુક્રવારે કહ્યું હતું કે તેમનું મંત્રાલય ઈન્વિટ મોડલ (invIT model) માટે સેબી (SEBI) સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આના દ્વારા નાના થાપણદારો જેમ કે વરિષ્ઠ નાગરિકો, નિવૃત્ત સરકારી અધિકારીઓ તેમની બચત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકશે.

ગડકરીએ કહ્યું કે રોકાણકારોને આનો ફાયદો થશે, કારણ કે આમાં તેમને બેંક કરતા બેથી ત્રણ ટકા વધુ વળતર મળશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ તેમના અધિકારીઓની પાછળ છે અને તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે અને તેઓ સેબીની મંજૂરી લેશે. ગડકરીએ કહ્યું કે તેઓ બેંકોને નુકસાન પહોંચાડવા માંગતા નથી, પરંતુ બેંક FD પર જમાકર્તાઓને જે વ્યાજ આપે છે. તેમણે કહ્યું કે તેઓ બેંકો કરતા બેથી ત્રણ ટકા વધુ વ્યાજ આપશે અને લોકોને દર મહિને આ રોકાણ પર વ્યાજનો લાભ મળશે.

મંત્રીએ વધુમાં કહ્યું કે જેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે, તમે તમારી બચત બેંકમાં જમા કરી રહ્યા છો, તે વ્યાજ ઘટી રહ્યું છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો માટે તે ખૂબ જ મુશ્કેલ છે, તેથી જો તે કહી રહ્યા છે કે જો નાના થાપણદારો તેમના invIT મોડેલમાં રોકાણ કરે છે તો તેમના પૈસાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે અને તેના પર તેમને સારું વળતર પણ મળશે. આ સમયે તેઓ સ્થાનિક રોકાણકારોને વધુ વધારવા માંગે છે.

InvIT શું છે?

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs) એ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા છે, જેના દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સંભવિત વ્યક્તિગત/સંસ્થાકીય રોકાણકારો વળતરના સ્વરૂપમાં આવકનો એક નાનો હિસ્સો મેળવવા માટે સીધી નાની રકમનું રોકાણ કરી શકે છે. InvITs મ્યુચ્યુઅલ ફંડ અથવા રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની જેમ કામ કરે છે.

InvITs ટ્રસ્ટ તરીકે સેટ કરી શકાય છે અને SEBI સાથે રજીસ્ટર થઈ શકે છે. InvIT માં ચાર બાબતોનો સમાવેશ થાય છે: 1) ટ્રસ્ટી, 2) સ્પોન્સર, 3) ઈન્વેસ્ટમેન્ટ મેનેજર, 4) પ્રોજેક્ટ મેનેજર. ટ્રસ્ટી InvITની કામગીરી પર નજર રાખે છે. તેને સેબી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.

InvITમાં કોણ રોકાણ કરી શકે છે?

વર્ષ 2019માં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ InvITs અને REITs માં લઘુત્તમ રોકાણ મર્યાદા ઘટાડી, તેમને વધુ સુલભ બનાવ્યા. REITs માટે લઘુત્તમ સબ્સ્ક્રિપ્શન મર્યાદા ઘટાડીને  50,000 રૂપિયા કરવામાં આવી હતી. InvITs માટે તે 10 લાખ રૂપિયાથી ઘટાડીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. InvITs ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. પ્રોજેક્ટ ટ્રાન્સપોર્ટ, એનર્જી, કોમ્યુનિકેશન વગેરે ક્ષેત્રોમાં હોઈ શકે છે.

આ પણ વાંચો :  Bank Strike Effect : બે દિવસની બેંક હડતાળમાં 38 લાખ ચેક અટવાયા,37 હજાર કરોડ રૂપિયાના પેમેન્ટમાં થયો વિલંબ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati