Future Retail માટે માઠાં સમાચાર, દિલ્હી હાઈકોર્ટએ આપેલી રાહત સામે Amaoz સુપ્રીમ કોર્ટ પહોંચ્યું
ફ્યુચર રિટેલે(Future Retail) બુધવારે જણાવ્યું હતું કે એમેઝોને(Amazon) સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરજી કરી છે જેમાં એક જજના આદેશ પર સ્ટે મુકાયો છે.
ફ્યુચર રિટેલે(Future Retail) બુધવારે જણાવ્યું હતું કે એમેઝોને(Amazon) સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરજી કરી છે જેમાં એક જજના આદેશ પર સ્ટે મુકાયો છે. આ જજના આદેશમાં ફ્યુચર રિટેલ લિ.ને 24,713 કરોડ રૂપિયામાં રિલાયન્સ રિટેલને તેના વ્યવસાયને વેચવાના સોદા પર આગળ પગલાં લેવાની મનાઈ હતી.
“13 એપ્રિલ 2021 ના રોજ કંપનીના વકીલોને એમેઝોન ડોટ કોમના વકીલો એનવી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ એલએલસી તરફથી એક સૂચનામળી કે તેણે દિલ્હી હાઈકોર્ટની બેંચએ 22 માર્ચ 2021 ના રોજ એક આદેશ જારી કર્યો છે જેની સામે વિશેષ અનુમતિ અરજી દાખલ કરવામાં આવી છે. ફ્યુચર રિટેલે કહ્યું કે તે તેના વકીલો દ્વારા કેસ લડશે અને પોતાનો કેસ રજૂ કરશે. ”
નોંધનીય છે કે હાઈકોર્ટે 22 માર્ચે સિંગલ જજના આદેશ પર સ્ટે આપ્યો હતો. આદેશમાં ફ્યુચર રિટેલને રિલાયન્સ રિટેલ સાથે તેના વ્યવસાયને વેચવાના કરારને આગળ વધારવાની મનાઈ હતી. યુએસની ઈ-કોમર્સ કંપની એમેઝોને આ ડીલ પર વાંધો ઉઠાવ્યો હતો.એક જજે એમેઝોનની અરજીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અરજીમાં સિંગાપોરની ઇમરજન્સી આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણયને અમલ કરવા દિશા નિર્દેશો આપવા વિનંતી કરવામાં આવી છે. 25 ઓક્ટોબર 2020 ના રોજ પોતાના ચુકાદામાં આર્બિટ્રલ ટ્રિબ્યુનલે ફ્યુચર રિટેલને રિલાયન્સ રિટેલ સાથે 24,713 કરોડ રૂપિયાના સોદાને આગળ વધારવાનું ન હતું.