સરકાર બજેટ સત્ર પહેલા જાહેર કરશે નવી ટુરિઝમ પોલિસી, હેલ્થ અને સ્પ્રિચુઅલ ટુરિઝમને આપવામાં આવશે પ્રોત્સાહન

|

Sep 27, 2022 | 8:14 PM

New Tourism Policy: નવી ટુરિઝમ પોલિસી (Tourism Policy) અમૃતકાળ અને 2047ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જેમાં સ્વદેશ દર્શનના 76 નવા પ્રોજેક્ટ સામેલ કરવામાં આવશે. ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે દેશમાં રેલ, રોડ, એર કનેક્ટિવિટીનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે. દેશમાં 2025 સુધીમાં 220 એરપોર્ટ તૈયાર થઈ જશે. જેનાથી પ્રવાસીઓની મુશ્કેલી હળવી થશે.

સરકાર બજેટ સત્ર પહેલા જાહેર કરશે નવી ટુરિઝમ પોલિસી, હેલ્થ અને સ્પ્રિચુઅલ ટુરિઝમને આપવામાં આવશે પ્રોત્સાહન
New tourism policy

Follow us on

New Tourism Policy: સરકાર આ વખતે બજેટ સત્ર પહેલા નવી ટુરિઝમ પોલિસી જાહેર કરી શકે છે, કારણ કે સરકાર દ્વારા નવી ટુરિઝમ પોલિસીમાં (New Tourism Policy) ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારે આને લગતા તમામ સ્ટેકહોલ્ડર્સ, ટૂર ઓપરેટરો, રાજ્યો, નાણાકીય સંસ્થાઓ સાથે ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવી ટુરિઝમ પોલિસીનું મુખ્ય ફોકસ ફ્યુચર રેડી ટુરિઝમ પર રહેશે. આમાં હેલ્થ અને સ્પ્રિચુઅલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે. આ વિશે ફોરેન ટુર ઓપરેટરોના ઈનપુટ પણ લેવામાં આવી રહ્યા છે. સરકારે ડિસેમ્બર સુધીમાં પોલિસી જાહેર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નવી કોમ્પ્રિહેન્સિવ પોલિસીમાં (Tourism Policy) ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મહત્વ આપવામાં આવશે.

સરકારનું કહેવું છે કે નવી ટુરિઝમ પોલિસી અમૃત કાળ અને 2047ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જેમાં સ્વદેશ દર્શનના 76 નવા પ્રોજેક્ટ સામેલ કરવામાં આવશે. આઝાદી સાથે જોડાયેલા સ્થળોને પર્યટન સ્થળ બનાવવામાં આવશે. ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 7000 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે દેશમાં રેલ, રોડ, એર કનેક્ટિવિટીનું નેટવર્ક મજબૂત કરવામાં આવશે. દેશમાં 2025 સુધીમાં 220 એરપોર્ટ તૈયાર થઈ જશે. જેનાથી પ્રવાસીઓની મુશ્કેલી હળવી થશે.

તમને જણાવી દઈએ કે સરકાર આ માટે બ્રાન્ડિંગ અને પ્રમોશનને પણ સ્ટ્રીમ લાઈન કરશે. કલ્ચરલ હેરિટેજને ટુરિઝમ વધારવા માટે વધુ સારી તકો બનાવવામાં આવશે. ટુરિઝમ સેક્ટર માટે 31 માર્ચ, 2023 સુધી નાણાકીય સહાય ચાલુ રહેશે. સરકાર રામ પથ, શક્તિપથ, શિવપથ જેવા અનેક પ્રોજેક્ટ પર આગળ વધી રહી છે. યોગ, આયુર્વેદને ધ્યાનમાં રાખીને આવી નવી પ્લાન તૈયાર કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બનાવવામાં આવશે નવી ટુરિઝમ સર્કિટ

નવી ટુરિઝમ પોલિસી હેઠળ નવી ટુરિઝમ સર્કિટ બનાવવામાં આવશે. જેમાં આંબેડકર સર્કિટની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આંબેડકર સર્કિટમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલી ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે. જેમ કે મહુ (જ્યાં તેનો જન્મ થયો હતો), નાગપુર (જ્યાં તેમને અભ્યાસ કર્યો હતો), દિલ્હી (જ્યાં તેનું મૃત્યુ થયું હતું), મુંબઈ (જ્યાં અંતિમ સંસ્કાર થયો હતો), તેમજ લંડન સર્કિટનો ભાગ હશે, જ્યાં તેમને કાયદાનો અભ્યાસ કર્યો હતો. આ સાથે સરકાર હિમાલય સર્કિટ પણ લોન્ચ કરશે. આ અંતર્ગત નોર્થ ઈસ્ટ, લદ્દાખ, કાશ્મીરને નવા ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવશે.

Published On - 8:14 pm, Tue, 27 September 22

Next Article