વધુ સારી તકો માટે  કારીગરોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડવાની જરૂર: પીયૂષ ગોયલ

વધુ સારી તકો માટે  કારીગરોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડવાની જરૂર: પીયૂષ ગોયલ
Piyush Goyal - Commerce and Industry Minister

કેન્દ્રીય મંત્રીએ કાપડ મંત્રાલય અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં તેઓએ કારીગરોની આવક વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jan 08, 2022 | 10:20 PM

ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું છે કે વણાટકામ કરતા લોકો અને કારીગરોએ સારી આજીવિકા માટે નવી ટેકનોલોજીનો લાભ લેવો જોઈએ. સાથે જ તેમણે કારીગરોને ઈ-કોમર્સ પ્લેટફોર્મ (E-Commerce platforms)  સાથે જોડવાની પણ હિમાયત કરી છે. કાપડ મંત્રાલય (Ministry of Textiles) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, કેન્દ્રીય મંત્રીએ આજે ​​મંત્રાલય અને તેની સાથે સંલગ્ન સંસ્થાઓની કામગીરી અંગેની સમીક્ષા બેઠકમાં આ વાત કહી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં કામ કરતા લોકોની આજીવિકા વધારવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવે.

કારીગરોને ઉત્પાદનો વેચવા માટે મળે વધુને વધુ પ્લેટફોર્મ 

આજની બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કારીગરોના ઉત્પાદનોના વેચાણમાં સુધારો કરવા માટે તેમને વધુને વધુ પ્લેટફોર્મ મળવા જોઈએ, જેમાં તેમણે દિલ્લી હાટ, શહરી હાટ અને હાથકરઘા હાટની સાથે સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે વધુને વધુ કારીગરોને જોડવાની વાત કરી હતી, તેમણે કહ્યું કે કારીગરોએ ટેક્નોલોજીનો લાભ લેવો જોઈએ, જ્યારે યોજનાઓને સરળ અને પારદર્શક બનાવવા માટે ઓનલાઈન ડેશબોર્ડ આધારિત મોનિટરિંગ સિસ્ટમ માટે સૂચનાઓ આપી છે.

આ સાથે, તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના પરિણામો અને અસરકારકતામાં સુધારો કરવા માટે તમામ અધિકારીઓને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે વધુ સારી રીતે વાતચીત કરવાની સલાહ પણ આપી હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ ક્રાફ્ટ વિલેજની પ્રગતિની સમીક્ષા કરી હતી અને આ તમામ પ્રોજેક્ટને આગામી 6 મહિનામાં પૂર્ણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. મીટિંગમાં પીયૂષ ગોયલે ટેક્સટાઇલ સેક્ટર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની પણ સમીક્ષા કરી હતી.

સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવી રહી છે

વર્ષ 2021 ની સમીક્ષામાં આગળની યોજનાઓ વિશે માહિતી આપતા, કાપડ મંત્રાલયે કહ્યું છે કે હસ્તકલા કારીગરો અને વણાટકામ કરતા કારીગરોને માર્કેટિંગમાં મદદ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાની દિશામાં, કાપડ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં, પોર્ટલ પર હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનો અપલોડ કરવા માટે દેશભરમાં 205 હસ્તકલા અને હેન્ડલૂમ ક્લસ્ટરમાંથી કારીગરોની પસંદગી કરવામાં આવી રહી છે, જ્યારે કારીગરોને વધુ સારી તકો પૂરી પાડવા માટે, તેઓની સરકારી ઈ-માર્કેટ પોર્ટલ (GeM) પર નોંધણી કરવામાં આવી રહી છે. જેથી તેઓ તેમના ઉત્પાદનો સીધા સરકારી મંત્રાલયો અને વિભાગોને વેચી શકે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 1.50 લાખ વણાટ કામ કરતા કારીગરો GeM પોર્ટલ સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો : બેન્ક અધિકારીઓએ કરી નાણામંત્રી સીતારમણને કરી અપીલ, ફ્રન્ટલાઈન વર્કરના દરજ્જા સાથે ટૂંક સમયમાં મળે બૂસ્ટર ડોઝ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati