AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છો છો ? HDFC AMCનું આ ફંડ આપી શકે છે તમને વધુ વળતર

HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF) ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કંપની (HDFC AMC) એ તાજેતરમાં HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ લોન્ચ કર્યું છે. જે ડાયનેમિક ટ્રાન્સપોર્ટેશન ઓફર કરતી કંપનીઓમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉચ્ચ સ્તરે છે.

Mutual Funds : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છો છો ? HDFC AMCનું આ ફંડ આપી શકે છે તમને વધુ વળતર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:30 PM
Share

Mutual Funds : જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા ઇચ્છો છો, પરંતુ કઇ કંપનીમાં નાણા રોકવા તે સમજ નથી. તો આ HDFC AMCનું આ ફંડ તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF) ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કંપની (HDFC AMC) એ તાજેતરમાં HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ લોન્ચ કર્યું છે. જે ડાયનેમિક ટ્રાન્સપોર્ટેશન ઓફર કરતી કંપનીઓમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ઉચ્ચ સ્તરે છે.

આ પણ વાંચો- ITR Verification: સમયસર ITR ફાઇલ કર્યા પછી હવે વહેવી તકે નિપટાવીલો આ કામ નહીંતર 5 હજારનો દંડ ભરવો પડશે

આ ફંડનો હેતુ વાહનવ્યવહાર અને લોજિસ્ટિક્સની થીમ હેઠળ ઓટોમોટિવ, શિપિંગ અને બંદરો, રેલવે, એરપોર્ટ અને એરલાઇન્સ, ઇ-કોમર્સ, રોડ, રેલ અથવા એર કાર્ગો, સપ્લાય ચેઇન અથવા વેરહાઉસિંગ જેવા ક્ષેત્રોમાં તકો શોધવાનો અને તેમાંથી ફાયદો મેળવવાનો છે. આ NFO 28 જુલાઈ, 2023ના રોજ ખુલ્યો હતો અને 11 ઓગસ્ટ 2023ના રોજ બંધ થવાનો છે.

આ ફંડમાં કયા પ્રકારના સ્ટોકનો સમાવેશ ?

HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ રોકાણકારોને એવી થીમમાં રોકાણ કરવાની તક આપશે. જે દેશના ભવિષ્યને સુધારવાની સાથે ભવિષ્ય સોનેરી પણ બનાવી શકે છે. આ ફંડનો ટાર્ગેટ ફ્લેક્સી-કેપ માર્કેટ અભિગમ સાથે વિવિધતા સભર પોર્ટફોલિયો બનાવવાનો છે. તેના શેરની પસંદગીમાં તે કંપનીઓને પ્રાથમિકતા આપવામાં આવશે કે જે સંબંધિત સેગમેન્ટમાં માર્કેટ લીડર છે અને માર્કેટ લીડર બનવાની ક્ષમતા ધરાવે છે.

લોન્ચિંગના સમયે HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના MD અને CEO નવનીત મુનોતે જણાવ્યું હતું કે, અમને અમારા રોકાણકારો માટે HDFC ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ફંડનો પરિચય કરવામાં અત્યંત આનંદ થાય છે. HDFC મ્યુચ્યુઅલ ફંડમાં અમે હંમેશા વિવિધ નાણાકીય ધ્યેય માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવાનો પ્રયત્ન કર્યો છે અને અમારા રોકાણકારોને અમારા વિવિધ ઉત્પાદનો દ્વારા નાણાકીય રીતે વૃદ્ધિ કરવાની તક પૂરી પાડી છે. હવે તેમાં HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ પણ ઉમેરવામાં આવ્યું છે.

આ ફંડનું સંચાલન કોણ કરશે?

આ ફંડનું સંચાલન HDFC એસેટ મેનેજમેન્ટ કંપનીના ડીલિંગ અને ઈન્વેસ્ટમેન્ટ્સના ફંડ મેનેજર અને વરિષ્ઠ ઈક્વિટી એનાલિસ્ટ પ્રિયા રંજન કરશે. પ્રિયા રંજન પાસે ઇક્વિટી રિસર્ચનો 15 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે જણાવ્યું હતું કે, “ભારતની પરિવહન અને લોજિસ્ટિક્સ થીમ આગામી વર્ષોમાં વૃદ્ધિ માટે તૈયાર છે. HDFC ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ રોકાણકારોને આ થીમના વિકાસ સાથે તેમને પણ આગળ વધવાની તક આપે છે.

ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ જોખમોને આધીન છે અમે અહી માહિતીના હેતુથી જણાવી રહ્યા છીએ. કોઈ પણ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">