AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Verification: સમયસર ITR ફાઇલ કર્યા પછી હવે વહેવી તકે નિપટાવીલો આ કામ નહીંતર 5 હજારનો દંડ ભરવો પડશે

ITR Verification : આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2022-23 અને મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ છે. આવકવેરા વિભાગે ITR ફાઇલ કરનારા લોકોને નિયત તારીખ પહેલા તેમના ITRની ચકાસણી(ITR Verification) કરવા માટે અપીલ કરી છે.

ITR Verification: સમયસર ITR ફાઇલ કર્યા પછી હવે વહેવી તકે નિપટાવીલો આ કામ નહીંતર  5 હજારનો દંડ ભરવો પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 10:11 AM
Share

ITR Verification : આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2022-23 અને મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ છે. આવકવેરા વિભાગે ITR ફાઇલ કરનારા લોકોને નિયત તારીખ પહેલા તેમના ITRની ચકાસણી(ITR Verification) કરવા માટે અપીલ કરી છે. જો આ કરવામાં ન આવે તો ITR અમાન્ય ગણવામાં આવશે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી 6.77 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે જેમાંથી 5.63 કરોડ ITRની ઇ-વેરિફાઇ કરવામાં આવી છે. જ્યારે કુલ વેરિફાઈડ આઈટીઆરમાંથી 3.44 કરોડથી વધુ એટલે કે 61 ટકાથી વધુ આઈટીઆરની પણ પ્રક્રિયા કરવામાં આવી છે.

ITR ચકાસાયેલ ન હોય તો અમાન્ય રહેશે

આવકવેરા વિભાગે આઇટીઆર ફાઇલ કરનારા કરદાતાઓને ટેક્સ રિટર્નની ચકાસણી કરવા અપીલ કરી છે. ITR ની ચકાસણી કરવાનો અર્થ એ છે કે તમે પુષ્ટિ કરી રહ્યાં છો કે આવક સંબંધિત અથવા અન્યથા આપવામાં આવેલી બધી વિગતો સંપૂર્ણપણે સાચી છે. ITR ની ચકાસણી કર્યા પછી, આવકવેરા વિભાગ આગળની પ્રક્રિયા માટે તેની પ્રક્રિયા કરે છે.

કરદાતાઓને 5 હજાર દંડ ભરવો પડી શકે છે

આવકવેરાના નિયમો અનુસાર, જે ITR ચકાસાયેલ નથી તેને અમાન્ય ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં, ITR ફાઇલ કરવું નકામું બની જાય છે. આવી સ્થિતિમાં કરદાતાઓએ વિલંબિત ITR ફાઇલ કરવી પડશે, જેના માટે 5,000 રૂપિયા સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે, ITR ઇ-વેરિફાઇ કરો.

ITR ચકાસવાની અંતિમ તારીખ

આવકવેરાના નિયમો અનુસાર, ITR ફાઇલ કર્યા પછી, કરદાતાઓને વેરિફિકેશન માટે 30 દિવસનો સમય મળે છે. આ દરમિયાન, ITR ની ચકાસણી કરવી જરૂરી છે. જે કરદાતાઓએ 31મી જુલાઈએ આઈટીઆર ફાઈલ કર્યું છે તેઓએ 31મી ઓગસ્ટ પહેલા આઈટીઆરનું ઈ-વેરિફાઈ કરવું પડશે. જો આવું ન થાય, તો ITR ફરીથી ફાઇલ કરવી પડશે, જેને વિલંબિત ITR કહેવામાં આવે છે.

ITR ની ચકાસણી કેવી રીતે થશે?

  1. આવકવેરા વિભાગે કરદાતાઓને ITR ચકાસવા માટે 6 વિકલ્પો આપ્યા છે.
  2. કરદાતાઓ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ પર જઈને અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દ્વારા ઈ-વેરિફિકેશન
  3. વિકલ્પ પર ક્લિક કરીને ઈ-વેરિફિકેશન કરી શકે છે.
  4. કરદાતાઓ બેંક એકાઉન્ટ જનરેટ કરેલ EVC દ્વારા પણ ITR ચકાસી શકે છે.
  5. ડીમેટ એકાઉન્ટની મદદથી, ઈ-વેરિફિકેશનની પ્રક્રિયા પણ ઈવીસી દ્વારા પૂર્ણ કરી શકાય છે.
  6. કરદાતાઓ એટીએમમાંથી EVC દ્વારા પણ ITR ચકાસી શકે છે.
  7. કરદાતાઓ નેટબેંકિંગની મદદથી પણ ITR ચકાસી શકે છે.
  8. આઇટીઆરનું ઇ-વેરિફિકેશન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ ની પ્રક્રિય દ્વારા પણ કરવું શક્ય છે.

દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પાટણના MLA કિરીટ પટેલની પ્રેશર ટિકનિક સફળ, રાજીનામુ નહીં આપે
પાટણના MLA કિરીટ પટેલની પ્રેશર ટિકનિક સફળ, રાજીનામુ નહીં આપે
અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
અંકલેશ્વર બનશે ગ્રીન મોડલ
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું
ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન
ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
g clip-path="url(#clip0_868_265)">