AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે કમાણીની તક, નવા ETF મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો ઈન્વેસ્ટમેન્ટ, 5000 રૂપિયાથી શરૂ કરી શકાય છે રોકાણ

આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) સ્કીમ છે. તેનો મતલબ છે કે રોકાણકારો જ્યારે ઈચ્છે છે ત્યારે આ સ્કીમમાંથી એક્સિટ થઈ શકે છે. આ ઉપરાંત તેઓ ઈચ્છે ત્યારે રિડેમ્પશન પણ કરી શકે છે. આ NFO આજે એટલે કે, 16 નવેમ્બર 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો છે.

રોકાણકારો માટે કમાણીની તક, નવા ETF મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો ઈન્વેસ્ટમેન્ટ, 5000 રૂપિયાથી શરૂ કરી શકાય છે રોકાણ
Silver ETF Fund
| Updated on: Nov 16, 2023 | 2:35 PM
Share

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક નવી સ્કીમ એડલવાઈસ સિલ્વર ETF લોન્ચ કરવામાં આવી છે. ચાંદીમાં ડિજિટલી રોકાણ કરવા માટે રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે ફંડ હાઉસ દ્વારા આ ખાસ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) સ્કીમ છે. તેનો મતલબ છે કે રોકાણકારો જ્યારે ઈચ્છે છે ત્યારે આ સ્કીમમાંથી એક્સિટ થઈ શકે છે. આ ઉપરાંત તેઓ ઈચ્છે ત્યારે રિડેમ્પશન પણ કરી શકે છે.

આ NFO આજે એટલે કે, 16 નવેમ્બર 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો છે. રોકાણકારો આ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા 20 નવેમ્બર 2023 સુધી તેમાં રોકાણ કરી શકે છે.

તમે 5000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, રોકાણકારો એડલવાઈસ સિલ્વર ETFમાં મિનિમમ 5,000 રૂપિયા અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં ઈન્વેસ્ટ કરી શકે છે. તેનો બેન્ચમાર્ક ચાંદીનો સ્થાનિક બજાર ભાવ છે. આ સ્કીમનો હેતું સ્થાનિક બજારમાં ભૌતિક ચાંદીના ભાવ સાથે અનુરૂપ રિટર્ન મેળવવાનો છે. જો કે, આ યોજના તેના ઉદ્દેશ્યને હાંસલ કરશે તેની કોઈ ગેરંટી નથી. આ સ્કીમમાં એક્ઝિટ લોડ નિલ છે.

આ પણ વાંચો : SIP દ્વારા રોકાણ કરવા માટે ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ, 1 વર્ષમાં આપ્યું 32.77 ટકા સુધીનું વળતર, લાંબા ગાળામાં બનશે મોટું ફંડ

કયા રોકાણકારોએ આ સ્કીમમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું

મ્યુચ્યુઅલ ફંડ હાઉસના જણાવ્યા અનુસાર, એડલવાઇસ સિલ્વર ઇટીએફ એ રોકાણકારો માટે યોગ્ય ફંડ છે જેઓ લોન્ગ ટર્મ માટે કેપિટલ એપ્રિસિએશન ઈચ્છે છે. આ ફંડ એડલવાઇઝ સિલ્વર ઇટીએફના યુનિટમાં રોકાણ કરીને ઇટીએફના પર્ફોર્મન્સને અનુરૂપ રિટર્ન જનરેટ કરશે. જો સ્કીમમાં કોઈ શંકા હોય તો ઈન્વેસ્ટરોએ તેમના નાણાકીય સલાહકારની એડવાઈઝ લેવી જોઈએ. આ સ્કીમના ફંડ મેનેજર આશિષ સૂદ છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">