SIP દ્વારા રોકાણ કરવા માટે ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ, 1 વર્ષમાં આપ્યું 32.77 ટકા સુધીનું વળતર, લાંબા ગાળામાં બનશે મોટું ફંડ
ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ તેમજ મનીફ્રન્ટના કો-ફાઉન્ડર અને CEO મોહિત ગાંગ કહે છે કે, SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં SIP દ્વારા કુલ 16,928 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. જો તમે લાંબા સમય સુધી SIP દ્વારા ઈન્વેસ્ટમેન્ટ ચાલુ રહે તો ચક્રવૃદ્ધિ વ્યાજનો સારો ફાયદો મળે છે.
જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓ માટે એક સારી તક છે. જે ઈન્વેસ્ટર્સ ડાયરેક્ટ ઈક્વિટી રિસ્ક લઈ શકતા નથી પરંતુ ઈક્વિટી જેવું રિટર્ન મેળવવા માંગે છે તેઓ માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન છે. તમે માત્ર 100 રૂપિયાથી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો. નિષ્ણાતોના મતે લોન્ગ ટર્મમાં વેલ્થ માટે SIP એક સારો વિકલ્પ છે. રેગ્યુલર SIP દ્વારા રોકાણ કરવાથી લાંબા ગાળામાં લાખો રૂપિયાનું ફંડ બનાવી શકાય છે.
ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ તેમજ મનીફ્રન્ટના કો-ફાઉન્ડર અને CEO મોહિત ગાંગ કહે છે કે, SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધી રહ્યું છે. ઓક્ટોબરમાં SIP દ્વારા કુલ 16,928 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. જો તમે લાંબા સમય સુધી SIP દ્વારા ઈન્વેસ્ટમેન્ટ ચાલુ રહે તો ચક્રવૃદ્ધિ વ્યાજનો સારો ફાયદો મળે છે.
બંધન નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ
નિષ્ણાતોએ SIP માટે બંધન નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ પસંદ કર્યું છે. આ સ્કીમમાં 1 વર્ષનું વળતર 9.92 ટકા રહ્યું છે. આ સ્કીમમાં તમે 100 રૂપિયાથી SIP દ્વારા રોકાણ શરૂ કરી શકો છો.
કોટક મલ્ટી કેપ ફંડ
નિષ્ણાતોએ SIP માટે કોટક મલ્ટિકેપ ફંડ પસંદ કર્યું છે. આ સ્કીમમાં 1 વર્ષનું વાર્ષિક વળતર 31.31 ટકા રહ્યું છે. આ સ્કીમમાં તમે 100 રૂપિયાથી SIP શરૂ કરી શકો છો.
ટાટા લાર્જ એન્ડ મિડ કેપ ફંડ
SIP માટે ટાટા લાર્જ અને મિડ કેપ ફંડની પસંદગી નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. આ સ્કીમમાં 1 વર્ષનું વાર્ષિક રિટર્ન 15.54 ટકા રહ્યું છે. આ સ્કીમમાં તમે 150 રૂપિયાની SIP દ્વારા રોકાણ કરી શકો છો.
ડીએસપી મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ
SIP માટે DSP મિડકેપ 150 ક્વોલિટી 50 ઇન્ડેક્સ ફંડ પણ રોકાણ માટે સારો વિકલ્પ છે. આ સ્કીમમાં 1 વર્ષનું વાર્ષિક રિટર્ન 22.56 ટકા રહ્યું છે. આ સ્કીમમાં 100 રૂપિયાથી SIP દ્વારા રોકાણ શરૂ કરી શકાય છે.
ICICI પ્રુ સ્મોલ કેપ ફંડ
ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ દ્વારા SIP માટે ICICI પ્રુ સ્મોલ કેપ ફંડ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં 1 વર્ષનું વાર્ષિક વળતર 32.77 ટકા મળ્યું છે. આ સ્કીમમાં તમે 100 રૂપિયાની SIP શરૂ કરી રોકાણ કરી શકો છો.
10 નવેમ્બર 2023ના રોજની NAV મૂજબ
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)