Mutual Fund Nomination: મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે અપડેટ કરો નોમિનીનું નામ, આ તારીખ સુધી પૂર્ણ કરી શકો છો કામ

|

Apr 21, 2023 | 5:53 PM

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત આપતા નોમિનેશન ડેડલાઈન (MF નોમિનેશન ડેડલાઈન એક્સટેન્ડેડ) વધારવાનો નિર્ણય કર્યો છે.

Mutual Fund Nomination: મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે અપડેટ કરો નોમિનીનું નામ, આ તારીખ સુધી પૂર્ણ કરી શકો છો કામ

Follow us on

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને મોટી રાહત આપતા નોમિનેશન ડેડલાઈન (MF નોમિનેશન ડેડલાઈન એક્સટેન્ડેડ) વધારવાનો નિર્ણય કર્યો છે. હવે રોકાણકારો 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોમિનેશનનું કામ પૂર્ણ કરી શકશે. અગાઉ, નોમિનેશનની અંતિમ તારીખ 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી. સેબીએ જુલાઈ 2022માં એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપી હતી કે 31 માર્ચ સુધીમાં નોમિનેશન પૂર્ણ ન થવાના કિસ્સામાં રોકાણકારોને ભારે નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: Stock Update : ITC ના શેરધારકો માટે ખુશખબર, સ્ટોક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં આ કામ પુરૂ કરો નહીં તો એકાઉન્ટ થશે ફ્રીઝ

સેબીએ 28 માર્ચ, 2023ના રોજ એક સૂચના જાહેર કરીને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને જણાવ્યું હતું કે જૂન અને જુલાઈ 2022ના પરિપત્ર મુજબ, તમામ સિંગલ અને સંયુક્ત મ્યુચ્યુઅલ ફંડ્સમાં નોમિનેશન પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2023 હતી, જે હવે લંબાવી દેવામાં આવી છે. હવે નોમિનેશનનું કામ 30 સપ્ટેમ્બર સુધી કરી શકાશે. એટલે કે રોકાણકારોને નોમિનેશનનું કામ પૂર્ણ કરવા માટે સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય મળશે. જો આમ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. આ સાથે સેબીએ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ માટે નોમિનેશનની સમયમર્યાદા પણ વધારીને 30 સપ્ટેમ્બર કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

સેબી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને નોમિનેશન પૂર્ણ કરવા માટે એટલે ભાર મુકી રહી છે કારણ કે જો કોઈ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર સ્કીમની મેચ્યોરિટી પહેલા મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં તેની સંપત્તિ અન્ય કોઈને ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યા ના થાય.

મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની કેવી રીતે એડ કરવુ?

  1. તમે મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશનનું કામ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો.
  2. ઑનલાઈન મોડ દ્વારા નોમિનેશન પૂર્ણ કરવા માટે, તમારા મ્યુચ્યુઅલ ફંડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
  3. અહીં તમે નોમિનેશન એડ કરવાનો વિકલ્પ જોશો. આના પર ક્લિક કરીને નોમિનેશનનું કામ પૂર્ણ કરો.

ડીમેટ એકાઉન્ટ’માં નોમિની અપડેટની તારીખમાં પણ વધારો કરાયો

તમને જણાવી દઈએ કે સેબીએ ડીમેટ ખાતા માટે નોમિની સંબંધિત વિગતો અપડેટ કરવાની છેલ્લી તારીખ 6 મહિના સુધી લંબાવી છે. હવે લોકો આ કામ 30 સપ્ટેમ્બર સુધી કરી શકશે. સેબીના નિવેદન અનુસાર, લોકો હવે તેમના ડીમેટ ખાતામાં નોમિની અપડેટ સપ્ટેમ્બર, 2023 સુધીમાં કરી શકે છે. અગાઉ આ સમયમર્યાદા 31 માર્ચ 2023 હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article