Mumbai : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે Adani Group કરશે, હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું

|

Jul 14, 2021 | 12:30 AM

Mumbai International Airport : અબજોપતિ ઉદ્યોગપતિ અને દેશના બીજા ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ (Adani Group)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે.

Mumbai :   મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન હવે Adani Group કરશે, હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું
Mumbai: Adani Group will manage Mumbai International Airport

Follow us on

Mumbai: અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ (Adani Group)એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport ) નું સંચાલન સંભાળ્યું છે.મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું મેનેજમેન્ટ કંટ્રોલ સંભાળ્યું. અત્યાર સુધીમાં મુંબઈ એરપોર્ટનું સંચાલન GVK ગ્રુપ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.13 જુલાઈને મંગળવારે સોશિયલ મીડિયા સાઇટ પર ટ્વીટ કરીને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ આ માહિતી આપી છે.

ગૌતમ અદાણીએ ટ્વીટ કરી આનંદ વ્યક્ત કર્યો
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) એ એક ટ્વિટમાં કહ્યું છે કે અમે વર્લ્ડ ક્લાસ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai International Airport) નું સંચાલન સંભાળીને ખુશ છીએ. અમે મુંબઈને ગૌરવ અપાવવાનું વચન આપીએ છીએ. અદાણી ગ્રુપ મુંબઇ એરપોર્ટને બિઝનેસ, રજાઓ અને મનોરંજન માટે તૈયાર કરશે. હજારો લોકોને નોકરી પણ આપીશું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

હજારો નોકરીઓ આપવાનું વચન આપ્યું
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કરેલી ટ્વીટમાં જ કહ્યું છે કે તેઓ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા હજારો લોકોને રોજગારી આપશે. અદાણી ગ્રુપ ભવિષ્યના વ્યવસાય, સુવિધા અને મનોરંજન માટે એરપોર્ટ ઇકોસિસ્ટમનો વિકાસ કરશે. ગૌતમ અદાણીએ લખ્યું છે કે સ્થાનિક લોકો માટે હજારો રોજગારની તકોનું સર્જન કરવામાં પણ કંપની સફળ રહેશે.

અદાણી ગ્રુપ પાસે 6 વિમાનમથકોનું સંચાલન
મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના સંચાલનની સાથે સાથે અદાણી જૂથની પાસે અન્ય 6 એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી પણ છે. જેમાં તે ગુવાહાટી, લખનઉ, અમદાવાદ, મંગલુરુ, જયપુર અને તિરુવનંતપુરમ એરપોર્ટનો સમાવેશ થાય છે. AAHL પાસે હાલમાં દેશના 25% એરપોર્ટ ફૂટફોલ હતો, સાથે આહલ 33 ટકા કાર્ગો ટ્રાફિકનું પણ સંચાલન કરે છે.

આ પણ વાંચો : Monsoon Session 2021: સંસદના ચોમાસું સત્ર પહેલા કેન્દ્ર સરકારની મોટી બેઠક, રાજનાથસિંહના ઘરે મળેલી બેઠકમાં દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા 

 

આ પણ વાંચો : GUJARAT : વડાપ્રધાન મોદી 16 જુલાઈએ ગુજરાત નહીં આવે, રાજ્યના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે 

Published On - 12:07 am, Wed, 14 July 21

Next Article