GUJARAT : વડાપ્રધાન મોદી 16 જુલાઈએ ગુજરાત નહીં આવે, રાજ્યના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે

GANDHINAGAR :વડાપ્રધાન મોદી (PM Modi) આગામી 16 જુલાઇ શુક્રવારે બપોરે 4 કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવવાના હતા એવા સમાચાર હતા. જો કે હવે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે નથી આવવાના એ સમાચારને મહોર લાગી ગઈ છે.

GUJARAT : વડાપ્રધાન મોદી 16 જુલાઈએ ગુજરાત નહીં આવે, રાજ્યના વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
Prime Minister Modi will virtual inaugurate various projects of the state on July 16
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 8:46 PM

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી  (PM Modi) ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. વડાપ્રધાન મોદી આગામી 16 જુલાઇ શુક્રવારે બપોરે 4 કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવવાના હતા એવા સમાચાર હતા. જો કે હવે વડાપ્રધાન ગુજરાત પ્રવાસે નથી આવવાના એ સમાચારને મહોર લાગી ગઈ છે.

વડાપ્રધાન મોદી (PM Modi) ગાંધનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલનું દિલ્હીથી જ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સાથે જ વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ઉદ્ઘાટન થવાનું છે જેની માહિતી આ મુજબ છે –

1) મહાત્મા મંદિર નજીક નવિનીકરણ પામેલું ગાંધીનગરનું અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલનું લોકાર્પણ કરશે. આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

2) આ સાથે પીએમ મોદી અમદાવાદ ખાતે આવેલ સાયન્સસિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. જેમાં રૂ.264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ.127. કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ.14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચરપાર્કનો સમાવેશ થાય છે.

3) ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે.

4) ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો ઇ-શુભારંભ કરાવશે.

5) સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનું ઇ-લોકાર્પણ થશે.

6) મહેસાણા-વરેઠા વડનગર સ્ટેશન સહિતના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડને પ્રજાર્પણ કરશે.

આ બધા જ ઇ-લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે. આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં જોડાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">