Multibagger Stocks: ઈથેનોલ પર ચાલતી કાર લોન્ચ થયા બાદ આ સુગર કંપનીના શેર રોકાણકારોને લખપતિ કે કરોડપતિ બનાવી શકે
ઈથેનોલ પર ચાલતા વાહનોની આ પહેલથી આવનારા ભવિષ્યમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોની સાથે સુગર મીલ કંપનીઓને પણ ફાયદો થશે. આજે અમે તમને એવી કંપનીના શેર્સ વિશે જણાવીશું કે, જે આગામી સમયમાં મલ્ટી બેગર બની શકે છે અને રોકાણકારોને લખપતિ કે કરોડપતિ બનાવી શકે છે. સુગરમાં સૌથી વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની Sh.Renuka Sugar છે જેની વેલ્યુ 10106.77 કરોડ છે. તેની CMP 47.40 છે અને તેનું દેવું 5568.60 જ્યારે પ્રમોટર હોલ્ડિંગ 62.48 ટકા છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે એટલે કે 29 ઓગસ્ટના રોજ ટોયોટાની પ્રથમ ઇલેક્ટ્રિક ફ્લેક્સ ફ્યુઅલ (Ethanol Fuel) કાર લોન્ચ કરી હતી. આ કાર 100 ટકા ઈથેનોલ (Ethanol) પર ચાલી શકે છે. આ કાર પ્રદૂષણના ક્ષેત્રમાં ખાસ કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે એક મોટી પહેલ સાબિત થઈ શકે છે. ઇથેનોલ, મકાઈ, શેરડી અને ઘઉંના છોડની સામગ્રીમાંથી બનાવેલ ફ્યુલ છે, જેનો અર્થ એ છે કે તે સંસાધનોમાંથી ઉત્પન્ન કરી શકાય છે જે પુનઃ પ્રાપ્ય છે.
સુગર મીલ કંપનીઓને ફાયદો થશે
ઈથેનોલ પર ચાલતા વાહનોની આ પહેલથી આવનારા ભવિષ્યમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોની સાથે સુગર મીલ કંપનીઓને પણ ફાયદો થશે. આજે અમે તમને એવી કંપનીના શેર્સ વિશે જણાવીશું કે, જે આગામી સમયમાં મલ્ટી બેગર બની શકે છે અને રોકાણકારોને લખપતિ કે કરોડપતિ બનાવી શકે છે.
માર્કેટ કેપ 3412.49 અને દેવું 581.24 રૂપિયા
જો સુગર કંપનીની વાત કરવામાં આવે તો Screener વેબસાઈટ મૂજબ કુલ 37 કંપની જોવા મળી રહી છે. જેમાં સૌથી મોંઘો શેરનો ભાવ Bannari Amm.Sug. નો 2720.45 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 3412.49 અને દેવું 581.24 રૂપિયા છે. જો તેના પ્રમોટર હોલ્ડિંગની વાત કરીએ તો 58.70 ટકા છે. આમ આ શેર મલ્ટી બેગર બની ઉંચું વળતર આપી શકે છે.
CMP મૂજબ જો ટોપ 10 કંપનીની વાત કરવામાં આવે તો તેમાં Bannari Amm.Sug. બાદ Avadh Sugar-552.85, Magadh Sugar-486.00, EID Parry-477.50, Ponni Sug.Erode-403.70, Balrampur Chini-396.60, Uttam Sug.Mills-370.00, Dalmia Bharat-367.95, Triven.Engg.Ind.-305.85, Dhampur Sugar-259.15.
CMP મૂજબ કંપનીની યાદી



સુગરમાં સૌથી વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની Sh.Renuka Sugar છે જેની વેલ્યુ 10106.77 કરોડ છે. તેની CMP 47.40 છે અને તેનું દેવું 5568.60 જ્યારે પ્રમોટર હોલ્ડિંગ 62.48 ટકા છે. તેમાં FII અને DII હોલ્ડિંગ અનુક્રમે 2.93 અને 10.10 ટકા છે.
આ પણ વાંચો : JFS Share Price: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરમાં આજે અપર સર્કિટ, 5 ટકાના વધારા સાથે 231.25 પર બંધ રહ્યો
Ponni Sug.Erode અને Dhampur.Spl.Sug. દેવા મુક્ત કંપની છે એટકે કે તેના પર કોઈ લેણું નથી. Ponni Sug.Erode નું માર્કેટ કેપ 346.28 કરોડ, CMP-403.70 અને પ્રમોટર હોલ્ડિંગ 42.36 ટકા છે. Dhampur.Spl.Sug. નું માર્કેટ કેપ 34.66 કરોડ, CMP-43.70 અને પ્રમોટર હોલ્ડિંગ 55.59 ટકા છે.
દેવા મૂજબ કંપનીની યાદી


