Multi Bagger Stocks: વર્ષ 2001 માં 60,000 ના બુલેટના બદલે તેની કંપનીના શેર ખરીદ્યા હોત, તો આજે તેની કિંમત થાય છે 7 કરોડ રૂપિયાથી વધારે

ઓક્ટોબર 2001માં રોયલ એનફિલ્ડ બાઇકની કિંમત આશરે 60,000 રૂપિયા હતી અને તે બુલેટને બનાવનારી કંપની આઈશર મોટર્સના 1 શેરની કિંમત 2 રૂપિયા હતી. હાલમાં NSE પર આઇશર મોટર્સના શેરની કિંમત 2600 રૂપિયાની આસપાસ છે.

Multi Bagger Stocks: વર્ષ 2001 માં 60,000 ના બુલેટના બદલે તેની કંપનીના શેર ખરીદ્યા હોત, તો આજે તેની કિંમત થાય છે 7 કરોડ રૂપિયાથી વધારે
Multi Bagger Stocks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 6:17 PM

શેરબજારમાં (Stock Market) કોઈ પણ રોકાણ જો લાંબા ગાળા (Long Term Investment) માટે કરવામાં આવે તો તે વધારે ફાયદાકારક રહે છે. ઈક્વિટી રોકાણમાં ધીરજ એ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. લાંબા ગાળાનું રોકાણ હંમેશા ઈન્વેસ્ટરને અનપેક્ષિત વળતર આપી શકે છે. આપણે એક ઉદાહરણ દ્વારા આ રોકાણનો ફંડા સમજીએ. જો તમે વર્ષ 2001 માં 60,000 રૂપિયાના રોયલ એનફિલ્ડ બુલેટના બદલે તે બુલેટ બનાવનાર કંપની આઈશર મોટર્સના શેરની ખરીદી કરી હોત, તો આજે તેની વેલ્યુ 7 કરોડ રૂપિયાથી વધારે થાય છે.

આ સાંભળીને રોકાણકાર વિચારે છે કે જો તે સમયે ખરીદેલી પ્રોડક્ટને બદલે સ્ટોક ખરીદ્યો હોત તો તેઓ આજે કરોડપતિ બની ગયા હોત. ચાલો આપણે તેને વિગતવાર ગણતરી સાથે સમજીએ.

આઈશર મોટર્સના 1 શેરની કિંમત 2 રૂપિયા હતી

ઓક્ટોબર 2001માં રોયલ એનફિલ્ડ બાઇકની કિંમત આશરે 60,000 રૂપિયા હતી અને તે બુલેટને બનાવનારી કંપની આઈશર મોટર્સના 1 શેરની કિંમત 2 રૂપિયા હતી. હાલમાં NSE પર આઇશર મોટર્સના શેરની કિંમત 2600 રૂપિયાની આસપાસ છે. તે મૂજબ 22 વર્ષમાં આઇશર મોટર્સના શેરના ભાવ 1300 ગણા વધ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

60,000 ના 7.80 કરોડ રૂપિયા થઈ ગયા હોત

તેનો અર્થ એ છે કે, જો કોઈ વ્યક્તિએ ઓક્ટોબર 2001 માં 60,000 રૂપિયામાં રોયલ એનફિલ્ડ બુલેટને બદલે આઈશર મોટર્સના શેરની ખરીદી કરી અને સ્ટોકમાં રોકાણ કર્યું હોત, તો હાલના બજાર ભાવ મૂજબ તે 60,000 ના 7.80 કરોડ રૂપિયા થઈ ગયા હોત.

60000 રૂપિયામાં 30,000 શેર આવે

2001 માં શેરનો ભાવ 2 રૂપિયા હતો એટલે 60000 રૂપિયામાં 30,000 શેર આવે. હાલમાં આઈશર મોટર્સના શેરનો ભાવ આપણે 2600 રૂપિયા લેખે ગણતરી કરીએ તો 30,000 x 2600 = 7,80,00,000 રૂપિયા થાય.

આ પણ વાંચો : Investment Tips : 30 વર્ષની વયથી રોકાણની શરૂઆત કરી નિવૃત્તિ સમયે મેળવો ₹10,00,00,000 નું ફંડ, સમજો ફોર્મ્યુલા

જો કોઈ રોકાણકારે રોયલ એનફિલ્ડ બાઈકને બદલે ઓક્ટોબર 2001માં મલ્ટિબેગર સ્ટોક આઈશર મોટર્સની ખરીદી હોત, તો તેની કિંમત 7.80 કરોડ રૂપિયા ગણાય. આટલા કરોડમાં તમે Audi Q2, BMW બાઈક અને BMW કારની ખરીદી કરી શકો છો. ત્યારબાદ પણ રોકાણકાર પાસે તેના બેંક ખાતામાં 5 કરોડ બચે છે. ભારતમાં Audi Q2 અને BMW કાર ખરીદવા માટે 2.80 કરોડ પૂરતા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">