AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani New Business : મુકેશ અંબાણી 20 હજાર કરોડના આઈસ્ક્રીમ બિઝનેસમાં ધૂમ મચાવશે

ભારતીય આઈસ્ક્રીમ માર્કેટનું કદ રૂ. 20,000 કરોડથી વધુ છે અને તેમાં સંગઠિત ખેલાડીઓનો લગભગ 50 ટકા હિસ્સો છે. ભારતીય આઈસ્ક્રીમ માર્કેટ આગામી પાંચ વર્ષમાં ડબલ ડિજિટ વૃદ્ધિનું સાક્ષી બને તેવી અપેક્ષા છે.

Mukesh Ambani New Business : મુકેશ અંબાણી 20 હજાર કરોડના આઈસ્ક્રીમ બિઝનેસમાં ધૂમ મચાવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 6:24 PM
Share

કોલા બાદ હવે રિલાયન્સ આઈસ્ક્રીમ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે દેશની તમામ પ્રખ્યાત આઈસ્ક્રીમ કંપનીઓ પરેશાન થઈ ગઈ હતી. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટૂંક સમયમાં નવી બ્રાન્ડ “ઈન્ડિપેન્ડન્સ” સાથે ઝડપથી વિકસતા આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. જે ગત વર્ષે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી હતી. બિઝનેસ સમાચાર અહીં વાંચો.

સંગઠિત આઈસ્ક્રીમ માર્કેટમાં સ્પર્ધા તીવ્ર બને છે

મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કંપની ઉત્પાદનને આઉટસોર્સ કરવા માટે ગુજરાતની એક આઈસ્ક્રીમ ઉત્પાદક સાથે વાતચીત કરી રહી છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે રિલાયન્સની એન્ટ્રી સાથે સંગઠિત આઈસ્ક્રીમ માર્કેટમાં સ્પર્ધા જોવા મળી શકે છે. આ મામલે રિલાયન્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

આઈસ્ક્રીમ ઉત્પાદકો સાથે અંતિમ તબક્કામાં વાતચીત

TOI એ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કંપની ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ ઉત્પાદકો સાથે વાતચીતના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, કંપની આ ઉનાળામાં તેના ગ્રોસરી રિટેલ આઉટલેટ્સ દ્વારા તેનો આઈસ્ક્રીમ લોન્ચ કરી શકે છે. ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ ખાદ્ય તેલ, કઠોળ, અનાજ અને પેકેજ્ડ ફૂડ આઈટમ્સ જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે છે.

આ પણ વાંચો : Gold Price Today : સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો, આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનું 62679 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે

આઈસ્ક્રીમ માર્કેટનું કદ રૂ. 20,000 કરોડ

જો નિષ્ણાતોનું માનીએ તો, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રિલાયન્સની એન્ટ્રી આઈસ્ક્રીમ માર્કેટમાં નોંધપાત્ર ફેરફારો લાવશે અને સ્પર્ધા વધુ તીવ્ર બનશે. ઉત્પાદનોની શ્રેણી અને તેના દ્વારા લક્ષ્યાંકિત બજાર જોવાનું રસપ્રદ રહેશે. ભારતીય આઈસ્ક્રીમ માર્કેટનું કદ રૂ. 20,000 કરોડથી વધુ છે અને તેમાં સંગઠિત ખેલાડીઓનો લગભગ 50 ટકા હિસ્સો છે.

ગ્રામીણ માગમાં વધારો

ભારતીય આઈસ્ક્રીમ માર્કેટ આગામી પાંચ વર્ષમાં ડબલ ડિજિટ વૃદ્ધિનું સાક્ષી બને તેવી અપેક્ષા છે. કારણ કે વધુ સારા ઇલેક્ટ્રિફિકેશનની સાથે ડિસ્પોઝેબલ ઇન્કમ પણ વધી છે. સાથે જ ગ્રામીણ માગ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં નવા ખેલાડીઓ પણ આ માર્કેટમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે. હેવમોર આઈસ્ક્રીમ, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને અમૂલ જેવી આઈસ્ક્રીમ ઉત્પાદકો વધતી માગને પહોંચી વળવા તેમની ક્ષમતામાં વધારો કરી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">