MONEY9: ઘર્ષણ છે યુક્રેનમાં અને આગ લાગી છે ઘરઆંગણે. ક્યાં? જાણે આ વીડિયોમાં
રશિયા-યુક્રેન યુદ્ધને પગલે કાચું તેલ મોંઘુંદાટ થઈ રહ્યું છે ત્યારે ખાવાનું તેલ પણ મોંઘું થવા લાગ્યું છે. હોળીના તહેવાર પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ભારતની ખાદ્ય તેલની 65 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે, જેમાં 60 ટકા હિસ્સો પામ ઓઈલનો હોય છે.
હોળીના તહેવાર પહેલાં જ મોંઘવારી (INFLATION)એ આગ લગાડી છે. રશિયા-યુક્રેન (RUSSIA UKRAINE) વચ્ચેના તણાવને કારણે કાચું તેલ તો રેકોર્ડ ઊંચાઈ બનાવી જ રહ્યું છે, ત્યાં હવે ખાદ્ય તેલ (EDIBLE OIL)ના ભાવમાં પણ ભડકો થયો છે. દેશના પાટનગર દિલ્હીમાં પખવાડિયામાં પામ તેલનો ભાવ 20-25 રૂપિયા વધી ગયો છે. સોયા, સૂર્યમુખી અને મગળફીના તેલની કિંમતની તેજ ધારે ગ્રાહકોના ખિસ્સા કાપવાનું શરૂ કરી દીધું છે.
સરસવનું તેલ તો પહેલેથી જ મોંઘું છે અને એક લિટરનો ભાવ 200 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. ગ્લોબલ સપ્લાય મર્યાદિત હોવાથી ખાદ્ય તેલમાં મોંઘવારીની આગ લાગેલી હતી અને હવે રશિયા-યુક્રેન યુદ્ધે તેમાં ઘી હોમવાનું શરૂ કર્યું છે.
આ પણ જુઓ: ગવર્મેન્ટ સિક્યોરિટીઝ શું હોય છે?
આ પણ જુઓ: RDG એકાઉન્ટની ખાસિયત શું છે?