MONEY9: મૂડી ખર્ચ એટલે કે CAPEX એટલે શું અને તેની ગણતરી કેવી રીતે થાય છે ?

આજે આપણે સમજીશું કેપેક્સ એટલે કે કેપિટલ એક્સપેન્ડિચરનો ખેલ. સરકાર આવતા વર્ષે રેકોર્ડ પૈસો ખર્ચ કરવાની છે. આ કેપેક્સ શું છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે તે આજે આપણે સમજીશું.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 30, 2022 | 4:04 PM

કેપેક્સ (CAPEX)નો ઉપયોગ નવુ રોકાણ (INVESTMENT) કરવા માટે થાય છે. તેના દ્વારા લાંબા સમય માટેની એસેટ્સ (ASSETS) ઉભી કરવામાં આવે છે. કેપિટલ એક્સપેન્ડિચર દ્વારા લાંબાગાળાનું રોકાણ કરવામાં આવે છે. એટલે કે તેના દ્વારા એવી સંપત્તિઓનું સર્જન કે ખરીદી કરવામાં આવે છે જેનું ઉપયોગી સંપત્તિ જીવન એટલે કે યુઝફુલ એસેટ લાઇફ એક વર્ષ કે તેથી વધુ હોય. આ ખર્ચ સરકાર અને કોર્પોરેટ બન્ને કરે છે.

કેપેક્સની ગણતરી કેવી રીતે થાય છે
કેપેક્સની ગણતરી માટે PP&Eમાં શુદ્ધ લાભ અને ડેપ્રિસિએશન ખર્ચને ઉમેરવામાં આવે છે. અહીં PP&E નો અર્થ છે પ્રોપર્ટી, પ્લાન્ટ અને ઉપકરણની વેલ્યૂ, જો તમારી પાસે કંપનીનું કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે તો કોઇ કેલ્ક્યુલેશન કરવાની જરૂરિયાત નથી. કેશ ફ્લો સ્ટેટમેન્ટના ઇન્વેસ્ટિંગ સેકશનમાં જઇને તમે સીધા કેપેક્સને જોઇ શકો છો. Capital expenditure એક પ્રકારનો ખર્ચ છે. જેને કંપનીઓના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં નેગેટિવ વેલ્યૂ તરીકે બતાવવામાં આવે છે અને બેલેન્સ શીટમાં એસેટ તરીકે.

આ પણ જુઓ

કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ શું હોય છે?

આ પણ જુઓ

હોલ્ડિંગ કંપનીઓના શેર સસ્તા કેમ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">