MONEY9: હજારો શેરમાંથી કયો શેર છે બેસ્ટ, કેવી રીતે શોધશો ? શેર પસંદ કરવાની આ છે સરળ ફૉર્મ્યુલા

MONEY9: હજારો શેરમાંથી કયો શેર છે બેસ્ટ, કેવી રીતે શોધશો ? શેર પસંદ કરવાની આ છે સરળ ફૉર્મ્યુલા

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 30, 2022 | 4:01 PM

શેરબજારમાં 7,000 કંપનીઓના શેરમાં સોદા પડે છે. આમાંથી અમુક શેરને લગડી માનવામાં આવે છે, જ્યારે અમુક શેર કચરો માનવામાં આવે છે. પણ તમારે આ લગડી શેરની પસંદગી કેવી રીતે કરવી તેની ફોર્મ્યુલા અહીં પ્રસ્તુત છે.

આજે આપણે જોઇશું શેરબજાર (STOCK MARKET)માં કોઈ શેરને પસંદ કરવાની ફૉર્મ્યુલા. જો તમે કંપનીના બિઝનેસ કે ફંડામેન્ટલ્સને સમજવામાં તમારું દિમાગ બગાડવા ન માંગતા હોવ તો, ROIને સમજીને રોકાણ (INVESTMENT)કરી શકો છો, ROI એટલે રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ. હવે સવાલ એ છે કે, આખરે આ ROI શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? ROI એક એવું માપદંડ છે, જેનાથી રોકાણ પર મળતાં વળતર (RETURN)ની ખબર પડી શકે છે.

આ એવો રેશિયો છે, જે રોકાણની રકમ પર થતાં નફા-નુકસાનનું ધ્યાન રાખે છે. તેને ગણવાના બે રસ્તા છેઃ પહેલો રસ્તો છે રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ બરાબર રોકાણ પર કુલ વળતર ભાગ્યા રોકાણ પર કુલ ખર્ચ અને તેને ગુણ્યા 100 ટકા. બીજો રસ્તો છે રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ બરાબર FV માઈનસ IV ભાગ્યા રોકાણ પર ખર્ચ અને તેને ગુણ્યા 100 ટકા. FVનો મતલબ ફાઈનલ વેલ્યૂ ઓફ ઈન્વેસ્ટમેન્ટ અને IVનો મતલબ ઈનિશિયલ વેલ્યૂ ઓફ ઈન્વેસ્ટમેન્ટ અથવા રોકાણની પ્રારંભિક રકમ. જો રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ પોઝિટિવ હોય તો તમને રોકાણ પર ફાયદો થવાની અપેક્ષા છે અને જો તે નેગેટિવ હશે તો તમારા રોકાણ પર નુકસાન કે ખોટ જવાની સંભાવના છે.

આ પણ જુઓ

શેરનો ભાવ વધશે કે ઘટશે? કેવી રીતે પડે ખબર?

આ પણ જુઓ

આ રીતે શોધી કાઢો કંપનીના ગોટાળા, નહીં થાય શેરમાં નુકસાન

g clip-path="url(#clip0_868_265)">