હવે બેંકોની જેમ NBFC ને પણ PAC ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવશે, RBI એ નિયમોમાં કર્યો સુધારો

|

Dec 15, 2021 | 11:36 AM

સેન્ટ્રલ બેંકે કહ્યું કે સુધારેલ PCA ફોર્મેટ તમામ ડિપોઝિટ લેતી NBFC, ડિપોઝિટ ન લેતી NBFC, રોકાણ અને ક્રેડિટ કંપનીઓ અને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને પણ લાગુ પડશે પરંતુ NBFC જે જાહેર ભંડોળ સ્વીકારતી નથી તે તેના કાર્યક્ષેત્રમાંથી બહાર રહેશે.

હવે બેંકોની જેમ NBFC ને પણ PAC ફ્રેમવર્કમાં સામેલ કરવામાં આવશે, RBI એ નિયમોમાં કર્યો સુધારો
Reserve Bank of India

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India – RBI) એ નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFCs) પર દેખરેખ વધારવા માટે બેંકોની તર્જ પર પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (Prompt Corrective Action – PCA) માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે NBFCs માટેના સુધારેલા PCA ધોરણો 1 ઓક્ટોબર 2022થી લાગુ થશે. જો કે જાહેર માલિકીની NBFCsને તેના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવી છે.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે સુધારેલ PCA ફોર્મેટ તમામ ડિપોઝિટ લેતી NBFC, ડિપોઝિટ ન લેતી NBFC, રોકાણ અને ક્રેડિટ કંપનીઓ અને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને પણ લાગુ પડશે પરંતુ NBFC જે જાહેર ભંડોળ સ્વીકારતી નથી તે તેના કાર્યક્ષેત્રમાંથી બહાર રહેશે.

RBI એ અગાઉ બેંકો માટે PCA ફોર્મેટ લાગુ કર્યું છે, જેમાં બાકી લોનના બોજવાળી બેંકો પર કડક દેખરેખ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત બેંકોને નવી લોન આપવા અને ભરતી કરવાથી પણ અટકાવવામાં આવે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે
રિઝર્વ બેંકે કહ્યું કે NBFC પર કડક PCA ધોરણો લાદવામાં આવે તેવી સ્થિતિમાં ડિવિડન્ડનું વિતરણ બંધ કરવામાં આવશે તેમજ ગેરંટી પણ બંધ કરવામાં આવશે. આ સિવાય વ્યૂહરચના, ગવર્નન્સ, કેપિટલ, ક્રેડિટ રિસ્કની ગરબડી પર પણ વિશેષ પગલાં લેવામાં આવશે.

આરબીઆઈએ અગાઉ બેંકો માટે પીસીએ ફોર્મેટ લાગુ કર્યું છે જેમાં બાકી લોનના બોજવાળી બેંકો પર કડક દેખરેખ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત બેંકોને નવી લોન આપવા અને ભરતી કરવાથી પણ અટકાવવામાં આવે છે.

સુધારેલા PCA ફોર્મેટમાં RBI પ્રમોટરોને NBFCsનું નવું સંચાલન લાવવા અને હાલના મેનેજરો અને ડિરેક્ટરોને દૂર કરવા પણ સૂચન કરી શકે છે.

PCA ફ્રેમવર્ક શું છે?
RBI અનુસાર કોઈ બેંક પાસે જોખમનો સામનો કરવા માટે પૂરતી મૂડી નથી. ઉછીના આપેલા નાણાંની કમાણી થઈ રહી નથી અને નફો થઈ રહ્યો નથી ત્યારે બેંક તેને ‘PCA’ માં મૂકે છે જેથી તેની નાણાકીય સ્થિતિ સુધારવા તાત્કાલિક ધોરણે પગલાં લઈ શકાય. બેંક ક્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે જાણવા માટે આરબીઆઈએ કેટલાક સૂચકાંકો નક્કી કર્યા છે જેમાં વધઘટ તે દર્શાવે છે. જેમ કે સીઆરએઆર, નેટ એનપીએ અને રિટર્ન ઓન એસેટ્સ.

PCA ફ્રેમવર્ક હેઠળ બેંકોની નાણાકીય તંદુરસ્તીને અમુક પરિમાણોના આધારે જોવામાં આવે છે. સુધારેલા માળખામાં મૂડી, સંપત્તિની ગુણવત્તા અને મોનિટર કરવા માટેના લીવરેજ જેવા પરિમાણોનો સમાવેશ થશે. સામાન્ય રીતે બેંકને તેના વાર્ષિક પરિણામો અને આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા સુપરવાઇઝરી મૂલ્યાંકનના આધારે PCA ફ્રેમવર્કમાં મૂકવામાં આવે છે.

નવું માળખું ક્યારે અમલમાં આવશે?
NBFC માટે PCA માળખું NBFC ની નાણાકીય સ્થિતિના આધારે 1 ઓક્ટોબર, 2022 થી, 31 માર્ચ, 2022 ના રોજ અથવા તે પછી લાગુ થશે.

NBFCs PCA ફ્રેમવર્કમાંથી કેવી રીતે બહાર આવી શકે?
RBI PCA ફ્રેમવર્ક હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો પાછા ખેંચી લેવાનું વિચારશે, જો સતત ચાર ત્રિમાસિક નાણાકીય નિવેદનો માટે કોઈપણ પરિમાણોમાં એક્સપોઝર મર્યાદામાં કોઈ ભંગ જોવામાં આવ્યો નથી જેમાંથી એક વાર્ષિક ઓડિટેડ નાણાકીય નિવેદનો હોવા જરૂરી છે.

આ પણ વાંચો : હવે વાહનમાં ઇંધણ પુરાવવા ફ્યુલ સ્ટેશન જવાની જરૂર નથી, હવે તમને ઘરે બેઠા ડીઝલની ડિલિવરી મળશે, જાણો વિગતવાર

આ પણ વાંચો :  ITR Filing : 75 વર્ષથી વધુ વયના લોકોને ITR ફાઇલ કરવામાંથી મુક્તિ પરંતુ આ શરતનું પાલન ચૂકશો તો પડશો મુશ્કેલીમાં

Next Article