MONEY9: શેરબજારમાંથી થતી કમાણી પર બચાવો ટેક્સ, કરો ટેક્સ હાર્વેસ્ટિંગ
તમે જ્યારે શેર વેચો છો ત્યારે તેના પૈસા તમારા એકાઉન્ટમાં ત્રીજા દિવસે આવે છે. પરંતુ તમારે તો બીજા દિવસે ફરીથી શેર ખરીદવાના છે. તો તમારી પાસે એટલી રોકડ હોવી જોઇએ કે પૈસા આવતા પહેલાં તમે શેર ખરીદી શકો.
આજે આપણે સમજીશું ટેક્સ હાર્વેસ્ટિંગ (TAX HARVESTING)ની બારીકાઇ સાથે જોડાયેલી એક ફૉર્મ્યુલા. તમે એ તો જાણી લીધું કે વારંવાર શેર કે મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) યૂનિટ વેચીને ટેક્સ બચાવી શકાય છે, પરંતુ તેના ખર્ચ (SPEND)ની ગણતરી કરવી પણ જરૂરી છે. જ્યારે વારંવાર શેર કે મ્યુચ્યુઅલ ફંડને વેચશો તો અનેક પ્રકારની ફી પણ ભરવી પડશે..જેવી કે, બ્રોકરેજ, એસટીટી, સ્ટેમ્પ ડ્યુટી વગેરે.
આ ખર્ચ ઘણો મામૂલી હોઈ શકે છે. પરંતુ આ તમારી રકમમાં 1થી દોઢ ટકાનો ઘટાડો તો લાવી જ શકે છે તો નિષ્ણાતો છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ટેક્સ હાર્વેસ્ટિંગની બચત અને ફી વગેરેના ખર્ચની સારી રીતે ગણતરી કરીને પછી જ કોઈ નિર્ણય લો. વધુમાં કે આ ઉપરાંત આ પ્રક્રિયામાં તમારી પાસે પર્યાપ્ત રોકડ હોવી જરૂરી છે. આનું કારણ એ છે કે તમે જ્યારે શેર વેચો છો, ત્યારે તેના પૈસા તમારા એકાઉન્ટમાં ત્રીજા દિવસે આવે છે. પરંતુ તમારે તો બીજા દિવસે ફરીથી શેર ખરીદવાના છે. તો તમારી પાસે એટલી રોકડ હોવી જોઇએ કે પૈસા આવતા પહેલાં તમે શેર ખરીદી શકો.
આ પણ જુઓ
શેરનો ભાવ વધશે કે ઘટશે? કેવી રીતે પડે ખબર?
આ પણ જુઓ