કોઈની પણ લોનમાં ગેરેંટર બનતા પહેલા આ નિયમો ધ્યાનમાં રાખજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે

જ્યારે પણ કોઈ તમને લોન ગેરેંટર બનવા કોઈ કહે ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો પછીથી તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોઈની પણ લોનમાં ગેરેંટર બનતા પહેલા આ નિયમો ધ્યાનમાં રાખજો, નહીં તો પસ્તાવાનો વારો આવશે
know rules before becoming a guarantor

અચાનક પૈસાની જરૂર ઉભી થાય ત્યારે આપણે બેંકમાંથી લોન(loan) લેવાનો પ્રયત્ન કરીએ છે. પણ , લોન લેવા માટે લોન લેનાર વ્યક્તિને લોન ગેરેંટર(loan guarantor)ની જરૂર પડે છે. લોન ગેરેંટર એક એવી વ્યક્તિ હોય છે જે ખાતરી આપે છે કે લોન લેનાર સમયસર લોન પરત કરશે. એવા ઘણા લોકો છે કે જે કોઈપણ વિચાર કર્યા વિના દરેકની લોનની બાંયધરી આપવા માટે તૈયાર થઇ જાય છે પરંતુ કેટલીકવાર આ ખોટો નિર્ણય સાબિત થઈ શકે છે.

જ્યારે પણ કોઈ તમને લોન ગેરેંટર બનવા કોઈ કહે ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો પછીથી તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જ આજે અમે તમને લોન ગેરેંટર સંબંધિત નિયમો જણાવી રહ્યા છીએ, લોન ગેરેંટર બનતા પહેલા આ નિયમો જાણવા જરૂરી છે. જે વ્યક્તિ લોન લઈ રહ્યો છે તેની સંપૂર્ણ તપાસ કરવી પણ જરૂરી છે. જાણીએ કે લોન ગેરેંટરે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

ગેરેંટરની જવાબદારી શું છે
લોન ગેરેંટરએ કોઈપણ વ્યક્તિની લોનમાં એક મોટી જવાબદારી હોય છે. જો તમે તમારા મિત્ર અથવા સંબંધીની લોનનાં બાંયધરી આપો છો, તો જાણી લો કે જો લોન લેનાર વ્યક્તિ ડિફોલ્ટર સાબિત થાય છે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે અને તમને લોન ભરપાઈ કરવાનું કહેવામાં આવી શકે છે. જો તમે બાંહેધરી તરીકે લોન પેપર પર હસ્તાક્ષર કર્યા છે તો તમારે તે લોનની જવાબદારી લેવી પડશે. લોન ગેરેંટર જવાબદારી લે છે કે જો લોન લેનાર લોનની રકમ નહીં આપે તો તે ચૂકવશે.

કાનૂની કાર્યવાહી થઈ શકે છે
એવું માનવામાં આવે છે કે ગેરંટર પણ એક રીતે લેનાર છે, લોન લેનાર સમય પર EMI ચૂકવતો નથીતો તે લોન માટે જવાબદાર છે. આવી સ્થિતિમાં લોન ગેરંટરે પણ તેના KYC દસ્તાવેજો બેંકમાં સબમિટ કરવા પડશે. એક નિષ્ણાત અનુસાર લોન ગેરેંટર પૈસા નહીં આપે તો પણ બેંક તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તેથી જો તમારી પાસે મર્યાદિત સંસાધનો છે તો તમારે કોઈની લોન માટે બાંયધરી આપતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ. વળી, એવું પણ કહેવામાં આવે છે કે જો તમે કોઈ વ્યક્તિના લોન ગેરેંટર બની રહ્યા છો તો તમારે એક યોજના બનાવવી જોઈએ કે જો તે વ્યક્તિ લોન ચૂકવશે નહીં તો શું કરવું ? સરળ શબ્દોમાં કહીએ તો, તમારે પણ અગાઉથી તૈયાર રહેવું જોઈએ.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati