દેવામાં ડૂબી દુનિયા: વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું, જાણો ભારત પર કેટલો છે બોજો?
વર્ષ 2021 માં ભારતનું દેવું વધીને GDP ના 90.6 ટકા થવાની ધારણા છે. વૈશ્વિક દેવામાંમાં ચીને 90 ટકા ફાળો આપ્યો હતો
કોરોના મહામારીને કારણે આખું વિશ્વ દેવાના બોઝ તળે દબાયું છે. આના કારણે વૈશ્વિક દેવામા મોટો વધારો થયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ તાજેતરમાં કહ્યું હતું કે વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડોલરની સર્વાધિક સપાટીએ પહોંચી ગયું છે. વર્ષ 2021 માં ભારતનું દેવું વધીને GDP ના 90.6 ટકા થવાની ધારણા છે. વૈશ્વિક દેવામાંમાં ચીને 90 ટકા ફાળો આપ્યો હતો જ્યારે બાકીના ઉભરતા અર્થતંત્રો અને ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશોએ લગભગ સાત ટકા ફાળો આપ્યો હતો.
IMF અનુસાર સરકારો અને બિન-નાણાકીય કોર્પોરેશનોનું દેવું 2020 માં 26 ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચી ગયું છે જે 2019 થી 27 ટ્રિલિયન યુએસ ડોલરનો વધારો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ આંકડામાં જાહેર અને બિન-નાણાકીય ખાનગી ક્ષેત્રના દેવા બંનેનો સમાવેશ થાય છે.
2021 માં ભારતનું દેવું GDP ના 90.6 ટકા રહેવાનો અંદાજ છે IMF એ તેના 2021 ના નાણાકીય મોનિટરિંગ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારતનું દેવું 2016 માં તેના GDP ના 68.9 ટકાથી વધીને 2020 માં 89.6 ટકા થયું છે. 2021 માં તે ઘટીને 90.6 ટકા અને પછી 2022 માં 88.8 ટકા થઈ જશે. સમય, તે 2026 માં ધીમે ધીમે 85.2 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.
નાણાકીય દૃષ્ટિકોણ માટે જોખમો IMF એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રાજકોષીય દૃષ્ટિકોણ માટે જોખમો વધ્યા છે. વૈશ્વિક અર્થતંત્રમાં આવી મુશ્કેલીઓ વેક્સીન ઉત્પાદન અને વિતરણમાં વૃદ્ધિને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને ઉભરતા બજારો અને ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશો માટે સમસ્યા વિકટ બની છે.
બજેટ પર દબાણ બીજી બાજુ વાયરસના નવા સ્વરૂપો, ઘણા દેશોમાં રસીનું ઓછું કવરેજ અને કેટલાક લોકો માટે રસીકરણની સ્વીકૃતિમાં વિલંબ અવનવી સમસ્યાઓ તરફ દોરી શકે છે અને જાહેર બજેટ પર પણ દબાણ લાવી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોન અને ગેરંટી કાર્યક્રમો સહિત આકસ્મિક જવાબદારીઓની વસૂલાત પણ સરકારી દેવામાં વધારા તરફ દોરી શકે છે.
વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. જ્યારે આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવામાં આવ્યું છે કે તે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકાથી આ દર 5.2 ટકા સુધી રહી શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્ધિ ચાલુ રાખશે.
IMF એ મોંઘવારીને લઈને એક મોટું નિવેદન પણ આપ્યું છે. નાણાકીય ભંડોળ અનુસાર ભારતની છૂટક મોંઘવારી ચાલુ નાણાકીય વર્ષમાં 5.6 ટકા અને નાણાકીય વર્ષ 2022-23માં 4.9 ટકા રહેશે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.
આ પણ વાંચો : NPS માં આ 6 નિયમોમાં કરાયા ફેરફાર, રોકાણ કરતા પહેલા જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર
આ પણ વાંચો : LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત