Micron સ્થાપવા જઈ રહી છે ગુજરાતમાં દેશની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર ફેક્ટરી, Tata ડેવલોપ કરશે પ્રોજેક્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાની માઈક્રોન ટેક્નોલોજીએ ભારતમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. હવે સમાચાર છે કે કંપની ગુજરાતના સાણંદમાં વર્લ્ડ ક્લાસ એડવાન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ પ્લાન્ટ સાણંદમાં GIDC વિસ્તારમાં સ્થાપવામાં આવશે.
ટાટા ગ્રુપ (Tata Group) ફરી એકવાર દેશને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે કામ કરી રહ્યું છે. ગ્રૂપ કંપની ટાટા પ્રોજેક્ટ્સ દેશમાં ઝડપથી વિકાસ કરી રહેલા સેમિકન્ડક્ટર (Semiconductor) સેક્ટરને આકાર આપવા જઈ રહી છે. તેને દેશના સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટ વિકસાવવા માટે અમેરિકન સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન ટેક્નોલોજી પાસેથી કોન્ટ્રાક્ટ મળ્યો છે.
કંપની ગુજરાતના સાણંદમાં વર્લ્ડ ક્લાસ એડવાન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન અમેરિકાની માઈક્રોન ટેક્નોલોજીએ ભારતમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. હવે સમાચાર છે કે કંપની ગુજરાતના સાણંદમાં વર્લ્ડ ક્લાસ એડવાન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ પ્લાન્ટ સાણંદમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચારોડી વિસ્તારમાં સ્થાપવામાં આવશે અને તે લગભગ 93 એકરમાં ફેલાયેલો હશે.
પ્લાન્ટ 2024 સુધીમાં કાર્યરત થવાની આશા
ટાટા ગ્રુપની આ કંપનીને મોટા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરવાનો અનુભવ છે. આ કંપનીએ સંસદની નવી ઇમારત તૈયાર કરી છે. તેથી માઈક્રોન ટેક્નોલોજીએ ટાટા પ્રોજેક્ટ્સને આ પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પ્રોજેક્ટ ‘ભારત સેમિકન્ડક્ટર મિશન’ નો એક ભાગ છે. આશરે રૂ. 22,540 કરોડના જંગી રોકાણ સાથે અમલી બનેલા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 5 લાખ ચોરસ ફૂટનો ક્લીનરૂમ (ચીપ બનાવવા માટે શોપ ફ્લોર) બનાવવામાં આવશે. આ પ્લાન્ટ 2024 સુધીમાં કાર્યરત થવાની આશા છે.
દેશને અત્યાર સુધીમાં સેમિકન્ડક્ટર માટે બે મોટા પ્રસ્તાવ મળ્યા
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે માહિતી આપી હતી કે, દેશને અત્યાર સુધીમાં સેમિકન્ડક્ટર માટે બે મોટા પ્રસ્તાવ મળ્યા છે. તે આગામી થોડા મહિનામાં આકાર લેશે તેવી અપેક્ષા છે. જોકે, તેમણે આ પ્રસ્તાવો વિશે વધુ માહિતી આપી ન હતી.
આ પણ વાંચો : Gold Price: તહેવારોની સિઝનમાં સોનાના ભાવ વધશે કે ઘટશે? જાણો સસ્તા ભાવે સોનુ ખરીદવાની તક મળશે કે નહીં
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ દરખાસ્તો સેમિકન્ડક્ટર સેક્ટરમાં વિશેષ ક્ષેત્રો સાથે પણ સંબંધિત છે, જે ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવી શકે છે. તેઓ માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે બોલી રહ્યા હતા.