Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે કારોબારની વૃદ્ધિ સાથે શરૂઆત, Sensex 57,889. ધી ઉછળ્યો
સોમવારે સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી પરંતુ બાદમાં બંને ઈન્ડેક્સ લીલા નિશાનમાં આવ્યા હતા.
Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં આજે કારોબારની સારી શરૂઆત જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર જોવા મળી રહ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ ગઈકાલના 57,420.24 બંધ સ્તર સામે 57,751.21 ઉપર ખુલ્યો હતો. ઇન્ડેક્સ 450 અંકથી વધુના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ 17,177.60 ખુલ્યો હતો અને ઉપલા સ્તરે 17,230 સુધી દેખાયો હતો.
વૈશ્વિક સંકેત મજબૂત ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો ખૂબ મજબૂત છે. આજે એટલે કે 28 ડિસેમ્બરના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. સોમવારે અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા છે. સોમવારે ડાઉ જોન્સમાં 352 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તે 36,302.38 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સનું રેકોર્ડ ક્લોઝિંગ 4,791 ના સ્તરે થયું હતું. નાસ્ડેક પણ 218 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. નવા વર્ષ પહેલા અમેરિકી બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. જોકે ઓમિક્રોન અને મોંઘવારી બજાર માટે ચિંતાનો વિષય છે.એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટી 0.50 ટકા અને નિક્કી 225 લગભગ 1 ટકા ઉપર છે. સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ લીલા રંગમાં જોવા મળે છે.
સેબી બોર્ડની બેઠક આજે સેબી બોર્ડની મહત્વની બેઠક છે. બેઠકમાં IPOમાં પ્રાઇસ બેન્ડમાં તફાવત અને એન્કર લોક-ઇન વધારવા જેવા મોટા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.
F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર F&O હેઠળ, આજે એટલે કે 28 ડિસેમ્બરે 4 શેરોમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આ 4 શેરોમાં એસ્કોર્ટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, વોડાફોન આઈડિયા અને આરબીએલ બેન્કનો સમાવેશ થાય છે.
FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સોમવાર, 27 ડિસેમ્બરના કારોબારમાં બજારમાંથી રૂ. 1038.25 કરોડ ઉપાડ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ આ સમયગાળા દરમિયાન બજારમાં રૂ. 955.79 કરોડનું રોકાણ કર્યું હતું.
સોમવારે બજાર તેજી નોંધાવી બંધ થયું સોમવારે સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત નબળાઈ સાથે થઈ હતી પરંતુ બાદમાં બંને ઈન્ડેક્સ લીલા નિશાનમાં આવ્યા હતા. નિફ્ટી 17050ને પાર કરી ગયો છે જયારે સેન્સેક્સ પણ લગભગ 300 પોઈન્ટની મજબૂતાઈ સાથે બંધ થયો છે. કારોબારમાં ફાર્મા શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બેંક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં TECHM, DRREDDY, POWERGRID, KOTAKBANK, ICICIBANK, SUNPHARMA, M&M, HDFC, HDFCBANK અને AXISBANK નો સમાવેશ થયો હતો.
આ પણ વાંચો : આ 5 સ્ટોક્સ ઉપર રાખજો નજર, વર્ષ 2022 માં આ શેર સારું રિટર્ન અપાવશે તેવું જાણીતી બ્રોકરેજ ફર્મનું અનુમાન