Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજારમાં કડાકો, Sensex 1,170 અંક ગગડ્યો, રોકાણકારોને 7.86 લાખ કરોડનું નુકસાન

ગયા સપ્તાહે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 18 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIનું વેચાણ વધુ રહ્યું હતું. આ દરમ્યાન ભારતીય બજાર લગભગ 2 ટકા તૂટ્યું હતું.

Share Market : શેરબજારમાં કડાકો, Sensex 1,170 અંક ગગડ્યો, રોકાણકારોને 7.86 લાખ કરોડનું નુકસાન
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 5:00 PM

સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1,170 પોઈન્ટ (1.96%) ઘટીને 58,465 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 348 પોઈન્ટ (1.96%) ઘટીને 17,416 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ. 7.86 લાખ કરોડનો ઘટાડો થયો છે.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી છે જોકે બાદમાં તે લાલ નિશાન નીચે સરક્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિ જાળવવામાં સફળ રહ્યા ન હતા.  આજે સેન્સેક્સ છેલ્લા સત્રના  59,636 ના બંધ સ્તર સામે વધારા સાથે 59,710.48 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ 17,796.25 ખુલ્યો હતો જે ગુરુવારે 17,764.80 ની સપાટીએ કારોબાર બંધ કર્યો હતો.

Paytm નો શેર બે દિવસમાં 33% ગગડ્યો દેશના સૌથી મોટા IPO  દ્વારા લિસ્ટ થયેલા Paytm ના શેર લિસ્ટિંગ માં સતત ચિંતાજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શેર આજે સપ્તાહના પહેલા દિવસે 13% થી વધુ ગગડ્યો છે. શેર આજે 1,509.00 ઉપર ખુલ્યો હતો જે ઉપલા સ્તરે 1,519.00 સુધી દેખાયા બાદ1271 સુધી લપસ્યો હતો. આ IPO  ના રોકાણકારોની હાલત ખરાબ બની રહી છે.બજાર બંધ થવા પર શેર 13% ના ઘટાડા સાથે રૂ 1,360 પર બંધ થયો હતો. આ રીતે બે દિવસમાં સ્ટોક 33% તૂટ્યો છે.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

વૈશ્વિક સંકેતો મિશ્ર રહ્યા હતા ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મિશ્ર હતા. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું હતું. બીજી તરફ શુક્રવારે યુએસ બજારોમાં સમાન વલણ જોવા મળ્યું હતું. શુક્રવારે નાસ્ડેક રેકોર્ડ હાઈ પર બંધ થયો ત્યારે ડાઉ જોન્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 269 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. Nasdaq 64 પોઈન્ટ વધીને 16057 ના સ્તરે બંધ થયો હતો જ્યારે S&P 500 7 પોઈન્ટ ઘટ્યો હતો. યુરોપમાં કોવિડ 19ના વધતા જતા કેસોને કારણે કેટલાક દેશોમાં લોકડાઉનની સંભાવના છે જેના કારણે શુક્રવારના બેંકિંગ, એનર્જી અને એરલાઈન્સ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. એશિયન બજારોની વાત કરીએ તો આજે એસજીએક્સ નિફ્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે અને નિક્કી 225માં નબળાઈ જોવા મળી રહી છે. હેંગસેંગમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે NSE પર F&O હેઠળ 6 શેરમાં કોઈ ટ્રેડિંગ થયા નહીં. તેમાં BHEL, Escorts, Vodafone Idea, NALCO, SAIL અને Sun TV Network નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે બજારમાંથી રૂ. 3,930.62 કરોડ ઉપાડ્યા હતા જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ રૂ. 1,885.66 કરોડનું રોકાણ કર્યું હતું.

ગત સપ્તાહે કારોબારમાં ઘટાડો નોંધાયો હતો ગયા સપ્તાહે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 18 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIનું વેચાણ વધુ રહ્યું હતું. આ દરમ્યાન ભારતીય બજાર લગભગ 2 ટકા તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1,111.41 પોઈન્ટ્સ અથવા 1.83 ટકાના ઘટાડા સાથે 59,575.28 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 337.95 પોઈન્ટ અથવા 1.86 ટકાના ઘટાડા સાથે 17,764.8 પર બંધ રહ્યો હતો.

મેટલ્સ, એનર્જી, રિયલ્ટી,PSU બેન્કમાં માં વેચવાલીએ નિફ્ટીને 18,000ની નીચે ધકેલી દીધો જ્યારે સેન્સેક્સ 60,000ની નીચે લપસતો જોવા મળ્યો હતો. મોટા શેરોની જેમ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ છેલ્લા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન BSE મિડકેપ ઈન્ડેક્સ 1.7 ટકા તૂટ્યો જ્યારે સ્મોલકેપ 1.5 ટકા ઘટીને બંધ થયો હતો.

આ પણ વાંચો :  રોકાણકારોમાં SIPની વધી રહી છે લોકપ્રિયતા, એપ્રિલ થી ઓક્ટોબર દરમ્યાન રૂપિયા 67,000 કરોડનું રોકાણ થયું

આ પણ વાંચો : હવે Fastag માત્ર Toll નું નહિ પણ તમારા વાહનના Fuel નું પણ Paymemt કરશે, જાણો કઈ રીતે

g clip-path="url(#clip0_868_265)">