Share Market : સતત બીજા દિવસે શેરબજારની મજબૂત સ્થિતિ, Sensex 59,572 સુધી ઉછળ્યો

નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ મજબૂત થયા છે. સેન્સેક્સ 929 પોઈન્ટ વધીને 59183 પર બંધ થયો

Share Market : સતત બીજા દિવસે શેરબજારની મજબૂત સ્થિતિ, Sensex 59,572 સુધી ઉછળ્યો
શેરબજાર તેજી સાથે બંધ થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 10:31 AM

Share Market :  આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિત તરફ કારોબાર આગળ વધતો નજરે પડી રહ્યો છે. ગઈકાલે સેન્સેક્સ 929 પોઈન્ટ જયારે નિફટી 272 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. આજે સતત બીજા દિવસે કારોબારની લીલા નિશાન ઉપર શરૂઆત થઇ હતી. સેન્સેક્સ 59,343.79 અને નિફટી 17,681.40 ઉપર ખુલ્યો હતો.

વૈશ્વિક સંકેતો સારા મળ્યા

ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો સારા છે. યુએસમાં બજારો માટે નવા વર્ષની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. ત્રણેય મુખ્ય યુએસ બજારો સારી સ્થિતિમાં બંધ થયા હતા. બીજી તરફ એશિયાના મોટાભાગના બજારોમાં પણ આજે ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ડાઉ જોન્સ 247 પોઈન્ટ વધીને 36,585 પર બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં 188 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. S&P 500 ઈન્ડેક્સ 30 પોઈન્ટ વધીને 4,796.56 પર બંધ થયો હતો. કોવિડ 19ના વધતા જતા કેસ છતાં રોકાણકારોએ નવા વર્ષની શરૂઆતમાં અર્થતંત્રમાં વિશ્વાસ દર્શાવ્યો છે. એશિયાની વાત કરીએ તો SGX નિફ્ટીમાં ફ્લેટ ટ્રેડિંગ છે. નિક્કી 225, સ્ટ્રેટ્સ ટાઇમ્સ અને હેંગસેંગ તેજીમાં છે. કોસ્પી લાલ નિશાન નીચે છે પરંતુ તાઈવાન વેઈટેડ અને શાંઘાઈ કંપોઝીટ્સ મજબૂત સ્થિતિમાં છે.

નિકાસમાં વધારો

દેશમાં ડિસેમ્બરમાં રેકોર્ડ સ્તરે નિકાસ કરવામાં આવી છે. નિકાસ લગભગ 37 ટકા વધીને 37 અરબ ડોલરથી વધુ થઈ ગઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સોમવારે એટલે કે 3 જાન્યુઆરીએ બજારમાં રૂ. 902.64 કરોડનું રોકાણ કર્યું હતુંજયારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ પણ બજારમાં રૂ. 803.11 કરોડનું રોકાણ કર્યું હતું.

સોમવારે બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી

નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ મજબૂત થયા છે. સેન્સેક્સ 929 પોઈન્ટ વધીને 59183 પર બંધ થયો. નિફ્ટી 272 પોઈન્ટ વધીને 17626 પર બંધ થયો. ઓટો શેરોમાં સારી એક્શન જોવા મળી છે. નિફ્ટી પર ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ મજબૂત થયો હતો. બેંકો અને નાણાકીય સૂચકાંકો 2.5 ટકા મજબૂત થયા છે. ટોપ ગેઇનર્સમાં મારુતિ, વિપ્રો, ટેકમ, પાવરગ્રીડ, ટીસીએસ, એશિયનપેઇન્ટ, એનટીપીસી, એચસીએલટેક, એલટી અને ઇન્ફોસીસનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

g clip-path="url(#clip0_868_265)">