AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : સતત ચોથા સપ્તાહે બજારમાં ઘટાડો નોંધાયો, રોકાણકારોએ રૂપિયા 3 લાખ કરોડથી વધુ ગુમાવ્યા

બજારમાં ઘટાડાને કારણે આ સપ્તાહે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 3.18 લાખ કરોડ ઘટીને રૂ. 246.79 લાખ કરોડ થયું છે. ગયા સપ્તાહે આ આંકડો 249.97 લાખ કરોડ રૂપિયા હતો.

Share Market : સતત ચોથા સપ્તાહે બજારમાં ઘટાડો નોંધાયો, રોકાણકારોએ રૂપિયા 3 લાખ કરોડથી વધુ ગુમાવ્યા
અદાણી ગ્રુપના શેર્સમાં જબરદસ્ત નફાવસૂલી થઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:00 AM
Share

રશિયા યુક્રેન કટોકટી(Russia Ukraine Crisis) શેરબજાર(Stock Market) પર દબાણ બનાવ્યું છે. સંકટના કારણે બજારમાં સતત ચોથા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકો (Sensex and nifty) 2 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. બીજી તરફ સેક્ટર ઇન્ડેક્સમાં 9 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહે શેરબજારમાં(Stock Market This Week) સૌથી ઓછું નુકસાન સ્મોલકેપ ઈન્ડેક્સમાં જોવા મળ્યું છે. બજારના ઘટાડાને કારણે આ સમયગાળા દરમિયાન BSE પર રોકાણકારોના રોકાણના કુલ મૂલ્યમાં રૂ. 3 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.

સપ્તાહ દરમ્યાન રૂપિયા 3.18 લાખ કરોડનું નુકસાન

બજારમાં ઘટાડાને કારણે આ સપ્તાહે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 3.18 લાખ કરોડ ઘટીને રૂ. 246.79 લાખ કરોડ થયું છે. ગયા સપ્તાહે આ આંકડો 249.97 લાખ કરોડ રૂપિયા હતો. આ પહેલા 17 જાન્યુઆરીએ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 280.02 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. એક મહિના પહેલા તેની બજાર કિંમત 267.71 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે 17 જાન્યુઆરીથી રોકાણકારોના રોકાણના બજાર મૂલ્યમાં રૂ. 33 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક મહિનામાં નુકસાન લગભગ 21 લાખ કરોડ રૂપિયા છે.

આ સપ્તાહે બજારનું પ્રદર્શન કેવું રહ્યું?

ગત સપ્તાહે સેન્સેક્સ 1525 પોઈન્ટ્સ તૂટ્યો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન ઇન્ડેક્સ 2.7 ટકા ગગડ્યો છે. નિફ્ટીમાં 413 પોઈન્ટ અથવા 2.47 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ઓટો સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું હતું. BSE ઓટો ઈન્ડેક્સમાં લગભગ 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બેન્કિંગ સેક્ટર ઇન્ડેક્સ 5.5 ટકા ઘટીને બંધ રહ્યો હતો જ્યારે ટેલિકોમ અને રિયલ્ટી સેક્ટર ઇન્ડેક્સ 4-4 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ સપ્તાહ દરમિયાન મેટલ ઈન્ડેક્સમાં 8 ટકા અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર ઈન્ડેક્સમાં લગભગ 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન નાના શેરોમાં નુકસાન ઘટ્યું હતું. સ્મોલ કેપ સેક્ટર ઈન્ડેક્સમાં 0.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. લાર્જ કેપ અને મિડ કેપની ખોટ 2 ટકાથી વધુ હતી.

ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

સપ્તાહ દરમિયાન 40થી વધુ સ્મોલકેપ શેરોમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેમાં ગુજરાત મિનરલ્સ, ડીબી રિયલ્ટી, ટીટીકે હેલ્થકેરનો સમાવેશ થાય છે. બીજી તરફ કજરિયા સિરામિક્સ, રેઈન ઈન્ડસ્ટ્રીઝ દાલમિયા ઈન્ડિયા સહિત 10થી વધુ શેરો 10 ટકાથી વધુ તૂટ્યા છે. ખોટ કરનાર અન્ય શેરોમાં બાયોકોન, ટીવીએસ મોટર, જુબિલન્ટ ફૂડવર્કસ, અશોક લેલેન્ડ, એશિયન પેઇન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Share Market એ રોકાણકારોને રોવડાવ્યા ! છેલ્લા 12 સેશનમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો

આ પણ વાંચો : Russia-Ukraine War: Coca Cola અને Danone જેવી મોટી કંપનીઓએ કારોબાર સમેટયો, કરો એક નજર લિસ્ટ ઉપર

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">